________________
૨૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પાડીને કહ્યું, એ સાંભળે એવી રીતે. ‘આ જુઓને, આ કેટલો આનંદનો નાચ છે ! આ નાચ તો જુઓ, કેટલા કૂદે છે ! આનંદ કરવા જેવું, તો તમે ગભરાયા કેમ ?” એટલે પેલા બંધ થઈ ગયા, એય ગભરાયા.
ભાભી તરત બોલી ઊઠ્યા, ‘તમે મને જંપીને બેસવાય ના દીધી કોઈ દહાડો. આ આને નાચ કહો છો તમે ? હજુ આને કસરત કહો છો ?” ત્યારે મેં કહ્યું, “શું આ શક્તિ વધારો છો તમે ? અને ત્રાગા કરવા છે મારી પાસે ?” પછી મને કહે, ‘બેસો, બેસો, તમારું બધું જોઈ લીધું !! મેં કહ્યું, “સારું, મેં તમને જોઈ લીધા ને તમે મને જોઈ લીધા.
પેલા રાવજીભાઈને ગભરાવી માર્યા, એ ત્રાગું કહેવાય. ત્રાગું એટલે સામાને બિવડાવી મારવું.
કરતા આવડે નહીં પણ ઓળખી કાઢું ત્રાગાને
આ તો અત્યારે જ્ઞાની થયા. બાકી, પહેલાં તો અહંકાર ખરો ને ! ત્યારે કહ્યું કે માથું માર ને, જોઈએ ! માથું ફોડ, હેંડ ! મને બિવડાવવા ફરે છે ? આખા જગતને બિવડાવીને હું ઉપર બેઠો છું !”
ત્રાગા જોડે મારે વેર છે. બહુ ત્રાગાવાળો માણસ છે તે આપણને આગળ ના વધવા દે. આ ત્રાગું કરવું એટલે બહુ મોટું દબાણ કરવું. મને ના આવડે, એ આપણી અક્કલ એવી પહોંચે નહીં. એમાં બહુ અક્કલ જોઈએ. એ ત્રાગું કરતો હોય એને ખોળી કાઢું ખરો પણ ત્રાગું કરતા ના આવડે. ત્રાગાવાળા માણસ હોય તો મને બહુ કંટાળો આવે.
આખી દુનિયાના ત્રાગા ઉતારું એવો જાદુગર છું
આખી દુનિયાના ત્રાગા ચલાવું એવો નથી. આખી દુનિયાના ત્રાગા ઉતારું એવો માણસ છું, જાદુગર છું હું તો. બધું રામાયણ પૂરું થયા પછી મારા ભાભી છેવટે એટલું બોલ્યા, ‘તમને ભગવાનેય પહોંચી વળે નહીં.”
અત્યારે મારા ભાભી મને શું કહે છે કે “તમારા જેવો પુરુષ મેં કોઈ જોયો નથી. કોઈ પુરુષને હું ગાંઠી નથી. હું કોઈનેય ગાંઠું નહીં, પછી ગમે તે કેમ ના હોય ! ત્રાગા કરું, ગમે તે કરું. તમારા ભઈનેય ગાંઠી નથી.