________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૩૯
એક ફક્ત તમને ગાંઠી. આટલા બધા માણસો મળ્યા, કોઈની પાસે મારું ધાર્યું કરાવી શકી ના હોય તો તમે એકલા જ છો. તમને ના જીતી શકી. તમે એકલા કંઈ ડગ્યા નહીં, મારા તાબામાં ના આવ્યા. તમે જ મને ડારી (ડરાવી). બીજું કોઈ મને ડારી શકે એવું છે નહીં.” શું કહે છે?
પ્રશ્નકર્તા કોઈ મને ડારી શકે એવું નથી.
દાદાશ્રી : હા, તમારા ભઈએ આટલીય ડરાવી નથી કે મને કોઈ દી ડારી નથી, તમે ડારી મને.
તમારી પાસેથી જ શીખ્યો આ કળા ત્યારે મેં કહ્યું, ‘તમારી જાણેલી વિદ્યા હું શીખી ગયો. તમારી બધી કળા હું તમારી જોડે જ શીખ્યો ને ! આ તમે જ મને જે જ્ઞાન શિખવાડ્યું છે, તે જ જ્ઞાન તમારી પર આવે છે. તમારું જ સ્ત્રીચારિત્રનું હથિયાર મેં તમારી ઉપર વાપર્યું છે. તમે મને આ વિદ્યા શિખવાડી, તે મેં જ તમને ઓટીમાં ઘાલી દીધા.”
અમારા ભાભી આટલા કડક પણ મારા ઘરમાં પેસતા જ બૂટ ખખડતા જ ચૂપ. શાથી ? અમારી એક આંખમાં કડકાઈ દેખેલી તેથી. આ તો સ્ત્રીચારિત્ર કહેવાય. ત્યાં તો એક આંખમાં પૂજ્યભાવ ને બીજી આંખમાં કડકાઈ હોય તો કામ થાય.
કળાથી ઠંડા પાડી દીધા ભાભીને પ્રશ્નકર્તા : આગળ કહ્યું એમ ભાભી તમને એકલાને જ જીતી ન શક્યા તો એવો કોઈ પ્રસંગ ખરો કે આપની બુદ્ધિકળાથી એમની બોલતી બંધ થઈ ગઈ ?
દાદાશ્રી : એક ફેરો અમારે ઘેર એક વિયાયેલી બિલાડી બે બચ્ચા ઊંચકીને લાવી. તે નાના નાના બચ્ચા મૂકેલા. પછી તે ધીમે ધીમે આવવા માંડ્યા. જ્ઞાન થતા પહેલાં બચ્ચામાં હું ફસાઈ ગયેલો, કારણ કે દયા ખરી ને ! પણ ફરી ફસાઉ શાનો ?
પ્રશ્નકર્તા : બિલાડીનું બચ્ચું પાળ્યું'તું ?