________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૪૧
દાદાશ્રી : એમ ? એમને ? હીરાબા : હા, ત્યારે.
દાદાશ્રી : ત્યાર પછી આવું કરે, એની ઉપર દાંતિયા કરે તો બચકું જ ભરી લે ને પછી. દાંતિયા કરવાના હોય ? આ વાંદરા છે એ દાંતિયા કરે, તમે જોયેલા નહીં ? અમારા ભાભી તો દાંતિયા કાઢીને દમ કાઢી નાખતા'તા. એય મરજાદા ધર્મ તે, બળ્યું અને ધર્મ કેમ કહેવાય છે ? તમને બચકું ભર્યું હતું કોઈ દહાડો ?
હીરાબા : ના, બા. મને નહીં.
દાદાશ્રી : એટલે પછી મને બાએ એક ફેરો કહ્યું, કે “આ બિલાડીને તું અહીં આગળ ખવડાવું છું ને આ મારે છે.” એટલે મેં એ બિલાડીને મારે નહીં એટલા હારુ રસ્તો કર્યો. મેં એમને કહ્યું, ‘બિલાડીને શું કરવા મારો છો ? વખતે અમારા મણિભાઈ આવ્યા હશે તો શું કરશો ? નહીં તો વળી દૂધ તો પાતો હોઈશ કોઈને ? હું દૂધ શા હારુ પાઉ છું ? કદાચ ભઈ આવ્યા હશે, કોઈ જાણે હવે અમારા ભાઈ જ આવ્યા હોય !” તો કહે, “આવે ?” ત્યારે મેં કહ્યું, “હા, જો જો. આવે છે ને સત્સંગમાં જાય છે. બીજા ફેર ચૂકવવા આવે કે ના આવે ?” પછી ચૂપ, પછી મારતા નહોતા.
ભાભી પાસેથી શીખ્યો ને થયો સ્ત્રીચારિત્રમાં એક્કો
હું તો એમને મોઢે જ કહેતો કે તમને તો શું પણ હું ઈશ્વરનેય ગાંહ્યો નથી. તમારા જેવાને તો ઓટીમાં રાખીને ફરું છું. આ પેટમાં પાણી ના હાલે ત્યાં આવા ત્રાગાનો તો શું હિસાબ? હવે તમારા તાબામાં આવું નહીં. સ્ત્રીચારિત્ર કેવું હોય, તેનો પાઠ તમે શિખવાડ્યો. હવે હું છેતરાઉ નહીં, તમારા જેવી લાખો સ્ત્રીઓ આવે તોય. આ બધું બીજા લોકો તમારાથી ત્રાસી જશે, હું ત્રાગું જ નહીં. આવા ત્રાગા મેં બહુ જોયા, નહીં તો હુંય ભોળો હતો. તમારા કપટના સંગ્રહસ્થાન બધા જોઈ લીધા મેં ચોગરદમથી. તેથી જગતમાં હું સ્ત્રીચારિત્રમાં એક્કો થઈ પડ્યો. પણ તમારું જ શિખવાડેલું છે ને ! તમારી જ ઢાલ !