________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૪૩
દાદાશ્રી : હા, ભાભી તો મારા ગુરુ જ થયા ને ! અમારા ભાભી માસ્તર ને હું શિષ્ય. એમણે મને સ્ત્રીચારિત્ર શિખવાડ્યું આખી લાઈફમાં.
પ્રશ્નકર્તા : ઓહો !
દાદાશ્રી અને એમાંથી પછી સ્ત્રીચારિત્રનો મેં અભ્યાસ કર્યો'તો. સ્ત્રીચારિત્ર ભલભલા માણસોને ઊડાડી મેલે, એ બધું હું શીખ્યો છું. મને શિખવાડેલું એટલે હું શીખ્યો છું, પાસ થયેલો છું. એક હજાર સ્ત્રીઓમાં એવા માસ્તર હોય નહીં, બીજી બધી સ્ત્રીઓને ઓટીમાં ઘાલે. એને ત્યાં પુરુષનો હિસાબ જ શું? આ સ્ત્રીચારિત્રને કોઈ રીતે પહોંચી ના વળાય. બહુ જાતના ચારિત્ર જોયા.
સ્ત્રીચારિત્રમાં પાસ થયા પછી જ જ્ઞાની થવાય
આ બધું જોયેલું, અભ્યાસ બહુ થયેલો ને ! અને અમારા ભાભી હતા ને, તેથી આ માર્ગ ઉપર ચઢ્યો, નહીં તો ચઢત જ નહીં. સ્ત્રીચારિત્ર પાસ થયા પછી જ જ્ઞાની થવાય છે, નહીં તો થવાય કેવી રીતે ? અને ભાભીએ તો ભગવાન બનાવ્યો ઊલટો.
પ્રશ્નકર્તા: હા, સાચી વાત છે. દાદાશ્રી : નહીં તો સ્ત્રી મારી નાખે. પ્રશ્નકર્તા: હા, મારી નાખે.
દાદાશ્રી : પાસ તો હું ફરજિયાત થયેલો સ્ત્રીચારિત્રમાં. પણ એ બહુ સારા, ઉપકારી છે. હજુય છે, પણ હવે ના બોલાય મારાથી. મારા તો વડીલ કહેવાય ને ? આ જૂની વાતો બધી.
પ્રશ્નકર્તા : પણ દાદા, એમનો મોક્ષ થવાનો જ ?
દાદાશ્રી : એમાં અમે પડીએ નહીં. બધાનો જ્યારે-ત્યારે મોક્ષ થવાનો છે, આખા જગતનો !