________________
૨૪૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : તમે એ ઢાલ વાપરેલી ?
દાદાશ્રી : એ જ ઢાલ વાપરું એમની પાસે. કોઈ પુરુષથી એમને ના પહોંચી વળાય.
ઓળખી જઉ સ્ત્રીચાસ્ત્રિને, તે છેતરાઉ હવે
એટલે ત્રાગું તો અમારે ઘેર અમે જોયેલું, અનુભવ થયેલો ને ! ખરું શિખવાડ્યું ભાભીએ તો. બધું ચારિત્ર અજમાવી જોયું મારી જોડે. એટલે હું સમજી ગયો કે સ્ત્રીચારિત્ર કર્યું આ. કયું ચારિત્ર ? સ્ત્રીચારિત્ર. આજની બધી સ્ત્રીઓના ચારિત્ર ઓળખી જઉ કે આણે આ સ્ત્રીચારિત્ર કર્યું. આમ ત્રાગું કરતાની સાથે સમજી જવું કે ત્રાગું કરવા માંડ્યા. એટલે સ્ત્રીચારિત્ર શું કરી શકે, એ બધું મારા લક્ષમાં છે. કોઈ સ્ત્રીથી હું હવે છેતરાઉ નહીં.
અને તેથી જ મને કોઈ સ્ત્રીઓ બનાવી ના જાય. આ બહેનોને આવડે ને? બધું આવડે. હું સમજી જઉ કે આણે કરવા માંડ્યું. સ્ત્રીચારિત્ર સમજીને અહીં બધાને મોઢે કહી દઉં. અહીં કોઈ કરે નહીં, કારણ બધા જાણે કે આ દાદા સ્ત્રીચારિત્રના એક્કા છે. એટલે સ્ત્રીચારિત્ર મોટો વિષય છે એ ખરું, જબરજસ્ત વિષય છે.
ભાભી માસ્તર ને હું શિષ્ય, શીખ્યો સ્ત્રીચારિત્ર
સ્ત્રીચારિત્ર એ બહુ મોટામાં મોટું વિજ્ઞાન (!) છે. તમે શબ્દ સાંભળેલો ખરો કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, દાદા, બહુ. દાદાશ્રી : સ્ત્રીચારિત્ર એ મોટું વિજ્ઞાન, જબરજસ્ત !
પ્રશ્નકર્તા : પણ દાદાજી, એનું કારણ આપ ખુલ્લા હતા એટલે સમજી શક્યા, નહીં તો સમજી ન શકો.
દાદાશ્રી : સ્ત્રીચારિત્ર સમજી ગયેલો એટલે બધું ઓળખું સ્ત્રીઓનું. સ્ત્રીચારિત્ર હું ભણેલો.
પ્રશ્નકર્તા : તમે ભણેલા, દાદા ?