________________
૨૩૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તો પાછા જવું પડશે. આંખે આંખ મળી ને, એટલે મને કહે, “આ થાય નહીં આવું.” એમની આંખમાં સહેજ ઝળઝળિયા આવ્યા નહીં.
પ્રશ્નકર્તા આવે ને, દાદા.
દાદાશ્રી : મેં કીધું, ‘તમે આવ્યા શું કરવા ?” તો કહે, “અરે ! આવું થાય ? તારાથી આવું આવતું રહેવાય ? ખોટું દેખાય આ તો.” મેં કહ્યું, ‘નહીં કરું ફરીવાર.”
મને કહે છે, “કેમ આમ કર્યું? આવું આ શોભાસ્પદ થાય છે ?” ના થાય, પણ છતાં થઈ ગયું. મેં કહ્યું. “આપણે આવું ના થાય' એ કહે. કાગળ મળ્યો એટલે સમજ્યા કે અમદાવાદ તો જઉ છું, ‘પણ આવું શા માટે ? કેમ આવું કર્યું તે ?” મેં કહ્યું, “શું કરું ? મને નથી ફાવતું. મને અનુકૂળ નહીં આવે. ત્યારે કહે, “ના, બધું અનુકૂળ આવે, કેમ ના આવે ?
પછી અમે ગયા પાછા. શરમ છોડાય નહીં ને મોટાભાઈની, મોટાભાઈની મર્યાદા ના છોડાય. પછી ભાઈ જોડે ગયો એટલે પેલાની જોડે સોદો કરેલો નકામો ગયો, સોદો ફેલ. એટલી અડચણ પડેલી, એક જ દહાડાની. પછી અડચણ કોઈ દહાડો પડી નથી. પડી હશે પણ જૂજ, કંઈ ખાસ અડચણ નહીં પડેલી.
અણસમજણની ભાંજગડ, તે નાસી છૂટવાનો ડાઘ પડ્યો
મોટાભાઈ આવ્યા એટલે પાછું જવું પડ્યું. પાછા આવ્યા તે પછી હતું તેનું તે આ તો. અને તમારે તો આવું કંઈ ફરવું જ નહીં પડ્યું હોય ને ? આ તો મારે ફરવું પડ્યું. મારું અનુભવ પ્રમાણ ઠેઠ સુધી એ. દરેક વસ્તુનો અનુભવ હોય ને, તે મારો ખ્યાલ એમાં રહ્યા જ કરવાનો. એ વિસ્મૃત નહીં થવાનો કોઈ રસ્તે. એ જ્ઞાન થતા પહેલાંના છે બધા અનુભવો.
આવા બધા અનેક જાતના અનુભવો થયેલા હોય, શું ના થયા હોય? જ્ઞાની પુરુષ આગળનો કંઈ આશ્રમ (પૂર્વાશ્રમ) ભૂલી જાય છે ? બધું જ હોય. પણ આટલું બનેલું એ, ઈતિહાસ આ બધો. આટલો ડાઘ પડી ગયેલો. નાસી જવાનો ડાઘ કહેવાય ને આ તો ! ના કહેવાય ?