________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૩૩
મારા ખર્ચ જોગ જોઈએ, તે મારી મેળે ઉપાડ કરીશ. તમારે આપવાલેવાનો અધિકાર નહીં. મને ઠીક લાગે તો હું ઉપાડું અને તેમાં તમારે જો અનુકૂળ આવે તો બીજે મહિને “હા” પાડજો. તમારી ડખલ નહીં કોઈ જાતની.” શું કહ્યું?
પ્રશ્નકર્તા : હું તમને હેલ્પ કરીશ અને ઉપાડ મારી મેળે કરીશ. તમારી ડખોડખલ ના જોઈએ.
દાદાશ્રી તું આખું ને હું લઉં, ત્યારે તો મેં ભિક્ષા જ માગી કહેવાય ને? હા, તારું કામ બધું કરીશ, મારે ઘેર પૈસા લઈ જવા નથી. પણ મારો રોફ રાખ. રોફ જોઈશે મારે તો, બસ બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : ડખોડખલ નહીં જોઈએ.
દાદાશ્રી : નહીં, બીજું કશું નહીં જોઈએ, આવી ગયું બધું. એટલે પેલો માણસ તો એટલો બધો ખુશ થઈ ગયો, એને બહુ ગમ્યું. આ તો બહુ સારું કહેવાય. એણે હા પાડી, “બધી રીતે તમે જેમ કહો એમ. તમને ત્રણ આની પાર્ટનરશિપ આપીશ.” મેં કહ્યું, “મારે બહુ થઈ ગયું ત્રણ આની. મારે મારો ખર્ચો નીકળશે તો બસ થઈ ગયું. હું પૈસા ભેગા કરવા માટે નથી આવ્યો તમારે ત્યાં. હું તો મારો હોદો નહીં છોડવા માટે.”
એ શર્ત કરીને પછી આવ્યો ઘેર, પેલા ભાઈને ઊતર્યો'તો ત્યાં પણ મણિભાઈ બીજે દહાડે તેડવા આવ્યા. રહેવા જ ના દે ને. પછી મોટાભાઈએ ત્યાં ના રહેવા દીધા, નહીં તો હું જમાવી દેત, વાર ના લાગત.
મોટાભાઈની મર્યાદા રાખી, પાછા ઘેર ગયા પ્રશ્નકર્તા: મોટાભાઈ તમને શોધીને તેડવા આવ્યા?
દાદાશ્રી : તે પછી મોટાભાઈ આવીને ઊભા રહ્યા. અહીં ના ઊતર્યા મારે ભઈબંધને ત્યાં. એમના સાટુ રહેતા હતા પૂંજાભાઈ કરીને, આમ આપણી ખડકીના, તેમને ત્યાં આવીને ઊતર્યા. પછી એમના સાટુ ને એ બેઉ જણ ખોળતા ખોળતા અહીં આવ્યા ગાડી લઈને.
મોટાભાઈ ને એ આવ્યા એટલે મને તો મનમાં એમ થયું કે હવે