________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૩૧ તમારે હજી અહીં ચાલુ છે ? આખા મુંબઈ શહેરની આબરૂ જાય! પણ બીજે બધેય એવું છે ને ?
પ્રશ્નકર્તા : બધે ચાલી સિસ્ટમમાં આમ જ ચાલે છે.
દાદાશ્રી : જો હવે બિચારા માણસને કેટલું સ્વમાન ઘવાય રહ્યું છે ! આ સ્વમાન કહેવાય? સંડાસ જવાને માટેય સ્વતંત્ર નહીં ? જ્યારે જવું હોય ત્યારે જવાનું નહીં ? મને તો બધા બહુ જાતના વિચાર આવી જાય કે આ કઈ જાતનું ? આટલી બધી કિંમતી વસ્તુ આ થઈ પડી છે!
હાથ કાળા થાય એ ધંધો મારો નહીં પ્રશ્નકર્તા : પછી શું થયું?
દાદાશ્રી : મારા મિત્રે કહ્યું કે “મારા કોલસાના ધંધામાં તમને ભાગીદાર તરીકે રાખીએ. આપણે અહીં કોલસાની દુકાનમાં ભાગીદારી.” મેં કહ્યું, “ના બા, કોલસાનો એ ધંધો મારો નહીં. હાથ કાળા થાય એ ધંધો મારે નહીં. કોલસો હોય ત્યાં મારું કામ નહીં. આ કોયલા જોવા હાથ મારા છે ? હું તો કોન્ટ્રાક્ટના ધંધાવાળો માણસ. આપણે તો આપણા કોન્ટ્રાક્ટના ધંધામાં જ ખરું. આ ધંધે મારાથી બેસાય નહીં. આ તારી જોડે બીજી વાતચીત કરીશું.” એટલે પછી એણે બંધ કર્યું.
પણ મેં યોજના ઘડી કે આ કોલસાની દલાલી આપણી લાઈન જ નહીં. આ તો એ કરે, મારું કામ નહીં. એ ધંધો આપણને શોભે નહીં. તે દહાડે મહીં અહંકારને, હું મારો ધંધો ખોળી કાઢીશ. અને મને તો એ આવડે. કારણ કે મારે દરેક વસ્તુ ચલાવી લેવાની પહેલેથી ટેવ પણ અહમ્ જોઈએ, ‘કંઈક છું” એ ભાન નહીં હોય. કોન્ટ્રાક્ટમાં સર્વિસ તા કરવી પડે, માટે ઘડી યોજના
એટલે કરવું શું? અહીં કો'કને ત્યાં ખાવા માટે પડી રહેવાનું નથી. એટલે પછી મેં નક્કી કર્યું કે કોઈ કોન્ટ્રાક્ટરને ખોળી કાઢો.
એટલે કોન્ટ્રાક્ટરને ખોળી કાઢ્યો પછી. હું ત્યાં જઈને એક જણને પૂછી