________________
૨ ૨૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : મારે જરૂર નહોતી, એડ્રેસ જ લેતો નહોતો ને ! કોઈનું લખી નહોતો લેતો. પેલા ભઈ લખીને આપે તોય ખોવાઈ જાય મારી પાસે.
પ્રશ્નકર્તા અને જરૂર હોય, હવે જરૂર પડી પેલા ભાઈની તો કઈ રીતે ત્યાં પહોંચો છો એની સૂઝ ઉત્પન્ન થઈ ગઈ.
દાદાશ્રી : હા, એની સૂઝ ઉત્પન્ન થઈ ગઈ.
પ્રશ્નકર્તા : પેલા હૉટેલવાળાને પૂછયું કે “ભઈ, આ કોલસાવાળા ક્યાં રહે છે ?”
દાદાશ્રી : હા, કોલસાનો ધંધો કરે ને, એટલે મેં હિસાબ કાઢ્યો. સૂઝ પડી કે આ કોઈ હોટલવાળાને પૂછ પૂછ કરો. પછી એમણે દેખાડ્યું. એટલે આવી સૂઝ પડે.
હરતો-ફરતો, વાતો કરતો પણ બોધકળાવાળું જીવન ખરું. આ બોધકળાને લીધે ઢાળની પોળ જડી, નહીં તો ઘેર-ઘેર પૂછવા જવાય કે અમારા મિત્ર કોલસાના વેપારીને ઓળખો છો ?
ધનભાગ અમારા, તે તમે મારે ત્યાં આવ્યા !
ઢાળની પોળ પહોંચ્યો ને એને ઘેર ગયો. નીચેથી બૂમ પાડી કે “જમનાદાસ, જમનાદાસ, જમનાદાસ છે કે ?' એટલે પેલો સાંભળી બહ ખુશ થઈ ગયો કે “ઓહો ! મારે ત્યાં આવ્યા !” એ તો એટલો બધો ઉછાળા મારતો'તો, ખુશ-ખુશ થઈ ગયો. કારણ કે હું આવું નહીં ને ! કલ્પેલું જ ના હોય કે આવે ! કોઈ દહાડો આશા જ નહીં રાખેલી ને !
એ તો દોડધામ કરતો નીચે આવ્યો, બેઉ જણ નીચે આવ્યા. ધનભાગ અમારા ! તે આ તમે અત્યારે મારે ત્યાં આવ્યા ! મારા આનંદનો પાર નથી. તેને તો ગલગલિયા થઈ ગયા તે દહાડે, પ્રેમ બહુ આમ તે દહાડે. હવે એ જાણે કે હરખભેર આવ્યા હશે ! હું શું આવ્યો, તે હું જાણું. મેં કહ્યું, “સારું થયું, હેંડ, પહેલું જમવાનું કાઢ બા. જમ્યા પછી વાતો કરીએ.'
પછી એ તો જમવાનું બધું તૈયાર હશે તે મૂકી દીધું. બધું જમી