________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૧૫
આડકતરી રીતે ત્રાસ આપે અમને પ્રશ્નકર્તા : શું થયું હતું, દાદા ?
દાદાશ્રી: અમારા ભાભી જોડે મારે મતભેદ ચાલ્યા કરે. મોટાભાઈ તો રાજેશ્રી માણસ. તે કોન્ટ્રાક્ટનો સરસ ધંધો પણ આ ભાભી જોડે મતભેદ ચાલે. મારું મગજ બધું કડક એટલે ભાભીની જોડે જરા અથડામણ થયા કરે.
પ્રશ્નકર્તા : પણ એ એવું શું કરતા'તા?
દાદાશ્રી : અમુક બાબતમાં આડછો (અડચણ, અંતરાય) બહુ કરેલી. મારી જરૂરિયાતની વસ્તુ એ આપતા ન હતા. મને જેવી રીતે ઉછરેલો હતો મધરે, તે રીતે ઉછેરતા ન હતા. બીજી આડકતરી રીત કરતા'તા. એટલે મારું બહુ મગજ જતું'તું. એ દહાડે તો બધો મનુષ્ય સ્વભાવને, એટલે ખાવા જોઈએ, પીવા જોઈએ સારું સારું એ પ્રમાણે અને તેમાં અંતરાય કરે એ.
વેઢમીમાં જોઈએ ઘી વધારે તે ભાભી મેલે ઓછું
મને બાએ ઉછરેલો જુદી રીતે ને આ ઉછેરે જુદી રીતે. કારણ કે બાએ ખાવા-પીવાનું સારી રીતે ખવડાયેલું-પીવડાયેલું. ઘી ખાવાની આદત બાએ પાડેલી. એટલે ટેવ એવી મૂળથી, કે ઘી વધારે જોઈએ દરેક બાબતમાં. બીજું, ખાવાનો જરા શોખ હતો. વેઢમી બહુ ભાવતી'તી મને. તે વેઢમી હોય ત્યારે ઘી જોઈએ વધારે પડતું. તે અહીં ભાભી છે તે વેઢમી કરે ને મારે તો ઘી જોઈએ વાડકીમાં. તે ભાભી થોડું થોડું મૂકે, તે પોસાય નહીં. એ ઘી ઓછું મેલે એટલે મહીં મગજ ચસકી જાય, મને બહુ ત્રાસ છૂટે.
ભાભી જમવાતા ટાઈમે જ ફરિયાદ કરી બધું બગાડે પ્રશ્નકર્તા : એવું શું કામ કરે ભાભી ?
દાદાશ્રી : આ તો મારી પરેય જુદાઈ રાખે જરા. મણિભાઈને સારું સારું મૂકે. મણિભાઈ પાછા કહે, “કેમ આવું કરો છો ?” ત્યારે કહે, “ના, એમને આ મૂક્યું. જેટલું જોઈએ એટલું લે ! તે હું લઉં નહીં પછી,