________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૧૯ ગયો. હવે વાંધો નહીં. ભીખ માગવાની રહી જ નહીં ને ! અત્યારે તો મને હવે હાથ ધરવાનું કહે તો, અત્યારે હું અહીં આગળ આહાર હલ વહોરવા જઉ. તમે કાલે કહો કે “દાદા, તમે વહોરી લાવો,” તો હું બધું વહોરી લાવું. કારણ કે અત્યારે તો મને એવું કશું રહે જ નહીં ને ! અત્યારે હું ત્યાં જઈને કહ્યું કે “બેન, એક રોટલી અને આટલો ભાત આપજો.” દરેક જગ્યાએ પૂછી આવું અને મને તો જુદાઈ નહીં ને ! ગમે ત્યાં જઉં તો બેન ખુશ થઈ જાય. ઊલટી મને દેખીને ખુશ થઈ જાય. ફરી આવે તો સારું આ “દાદા.”
જરૂર જેટલા જ લીધા પૈસા હવે પેલા ભાઈએ રૂપિયો કાઢીને આપ્યો મને ને કહે, ‘વધારે આપું?” મેં કહ્યું, “ના, ના.” હું જાણું કે અહીંથી અમદાવાદની ટિકિટ પંદર આના છે લોકલના. લોકલના જ સ્તો ને, ફાસ્ટ-બાસ્ટ નહીં. ઓછામાં ઓછો ચાર્જ લોકલનો. તે એક રૂપિયો તો છે, આપણે બીજું શું જોઈએ છે ? ત્યાં સ્ટેશન પર ઊતરી અને ત્યાં અજવાળું હશે તે ઘડીએ, અજવાળે અજવાળે જમનાદાસને ત્યાં જતા રહીશું.
પ્રશ્નકર્તા : જમનાદાસ ?
દાદાશ્રી : હા, જમનાદાસ ભઈબંધના ત્યાં જવાનું નક્કી કરેલું. ત્યાં આગળ એક ભાઈબંધ, બીજી મિત્રાચારી ઓળખાણ બધી બહુ, પણ એક આ ભાઈબંધ તો ખાસ કાગળ લખ લખ કરે કે તમે એક ફેરો આવો, આવો, પણ મારે એવો ટાઈમ ના હોય. કારણ કે કોન્ટ્રાક્ટનો ધંધો. આ નાસી ઊઠ્યા ત્યારે એમનો વખત આવ્યો.
હેલ્પ કરી હતી મિત્રતે, તે ઉપકાર બહુ માને પ્રશ્નકર્તા ઃ એ મિત્રને તમારા પર બહુ પ્રેમ હતો?
દાદાશ્રી : એટલે એવું છે ને, જમનાદાસ એટલો બધો ભાવ શાથી રાખે કે મેં હેલ્પ કરેલી અને દુકાન કરવી'તીને ત્યારે હવે હેલ્પ કેટલી ? ત્યાં અમદાવાદ જવાનું ભાડું એના ફાધર નહોતા આપતા, તે મેં આપેલું.