________________
૨ ૨૫
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
તે આણંદ સ્ટેશને પાંચ-સાત ઓળખાણવાળા મિત્રો મળ્યા. બધા ચા પીતા'તા. ફ્રેન્ડ સર્કલ હતું કે, તે સાથે ચા પીધી. આડા દહાડે એવી ટેવ નહીં બહુ લોકોનામાં ભળીને ચા પીવાની, પણ તે દહાડે તો ખુશ થઈને પીધી. ત્યાં ચા-પાણી કર્યા. પછી કહે, “થોડો નાસ્તો-બાસ્તો કરો.” તો મેં કહ્યું, “ના, નાસ્તો અત્યારે ના થાય. મારે તો ગાડી રાતે પહોંચવાની છે તેની ઉપાધિ.” કારણ, બીજી ગાડીમાં બેઠો એટલે, પેલી ગાડી જતી રહેલી.
એટલે ચા બપોરે જોઈતી હતી તે મળી, ચાના ટાઈમે ચાય મળી આવી. મારું શું કહેવાનું ? પુણ્યશાળી છીએ ને ! બધા જ્યાં-ત્યાં આપે ચા-પાણી !
પછી બેસી ગયા પાછા ગાડીમાં, તે ઠેઠ અંધારું થયું ત્યારે સાંજે છ-સાત વાગે ગાડી ત્યાં પહોંચી. કારણ કે પેલી ગાડીમાંથી ઊતરી પડ્યા, પછી બીજી ગાડીમાં બેસવું પડ્યું. એટલે પછી છે તે રાત્રે ગાડીમાંથી ઊતરવાનું થયું. તે રાત્રે અમદાવાદ પહોંચ્યો હું.
પૈસા નહીં, એડ્રેસ નહીં, મિત્રને ત્યાં પહોંચવું કેમ ?
રાત્રે ત્યાં આગળ અમદાવાદ સ્ટેશને ઊતર્યો. તે દહાડે સ્ટેશન એવા હતા, આજુબાજુ ખાસ વસ્તી નહીં કશી. હવે મકાન ખોળી કાઢવાનું, એડ્રેસ નહીં. કાને બહેરાશ હતી.
પ્રશ્નકર્તા: દાદા, તે દહાડેય બહેરા હતા, બાવીસમે વર્ષે ? દાદાશ્રી : થોડા બહેરા તો ખરા જ. પ્રશ્નકર્તા : પહેલેથી ?
દાદાશ્રી : થોડા બહેરા ખરા. એટલે મને થયું કે પેલો કહે કે “આમ આવ્યું. કાકા, અત્યારે ક્યાંથી આવ્યા ?” ત્યારે પાછો હું સમજું નહીં એવું થાય ને પાછું ? એટલે પછી એમ કે ઘોડાગાડીમાં બેસી જઈએ, તે દહાડે ઘોડાગાડીઓ ચાલતી'તી. તે દહાડે રિક્ષા-બિક્ષા કશું નહીં, ઘોડાગાડીઓ એકલી જ. ગાડીઓય નહીં, બહુ માણસોય નહીં.
હવે એને ઘેર જવા માટે તે દહાડે ઘોડાગાડીમાં કંઈક પૈસા ખર્ચવા