________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨ ૨૩
ટિક્રિતી ચોરીથી બચ્યા બે આતા તે પછી ત્યાંથી ટિકિટ વગર બેઠો હું બે-ત્રણ સ્ટેશન માટે. ત્યાં આગળ વાસદના સ્ટેશને ઊતર્યો, બે આના બચાવવા માટે. વાસદ સ્ટેશને સ્ટેશન માસ્તર ઓળખાણવાળો હતો એટલે વાંધા જેવું નહોતું.
તે સ્ટેશન માસ્તર કહે છે, “અત્યારે કંઈથી આવ્યા ?” મેં કહ્યું, ઘેરથી આવ્યો. મેં કહ્યું, ‘ટિકિટ આપો મને અમદાવાદની.” તે ત્યાં રૂપિયો આપ્યો. તે મને ટિકિટ કાઢી આપી. બે-એક આના વધ્યા, પેલી ચોરી કરીને તેના. ત્યાં આગળ એક રૂપિયામાં બે આના ઓછા લે. એટલે મારી પાસે બે આના બચ્યા.
વાસદમાં ખાધા ભજિયાં તે પીધા ચા-પાણી પછી વાસદમાં એક જગ્યાએ એક ભજિયાવાળો ઓળખાણવાળો હતો. એ હૉટેલવાળો હતો ત્યાં ભજિયાં ખાવાનો મને શોખ હતો. જમીને નીકળ્યો'તો, પણ હવે બે-અઢી વાગ્યા એટલે પછી ભૂખ તો લાગે જ ને ! તે ત્યાં આગળ જઈને પાછું બપોરે એક આનાના ભજિયાં ખઈ આવ્યો, શોખ હતો એટલે. ખાધું ત્યારે સંતોષ વળ્યો અને પછી બે એક પૈસાના ચા-પાણી પીધા. તે દહાડે અડધા આનામાં આપતા'તા.
પછી બહાર નીકળી અને એક પોસ્ટકાર્ડ લીધું બે પૈસાનું, એટલે બે પૈસા એમાં વાપર્યા.
આબરૂ ન જાય એટલે ભાઈને લખ્યું પોસ્ટકાર્ડ
તે પોસ્ટકાર્ડ લખ્યું મોટાભાઈને. મેં કીધું, “આ તો આબરૂ જશે.” કાલે સવારે કહે, ‘આવડી મોટી ઉંમરનો વીસ-બાવીસ વરસનો છોકરો નાસી ગયો.” એટલે આપણો વટ શું રહ્યો તે ? હું તો મોટો કોન્ટ્રાક્ટર કહેવાઉ ને ! મારો કોન્ટ્રાક્ટનો ધંધો કહેવાય અને “નાસી ગયો” કહે, તો મારી આબરૂ શું રહે ? માટે કાગળ તો લખવો જોઈએ કે હું આ જગ્યાએ જઉ છું, નહીં તો ગામમાં ખોળાખોળ થાય કે ભઈ, તળાવમાં પડી ગયો, ઓફ થઈ ગયો કે શું થઈ ગયું એની ભાંજગડ થાય ને ?