________________
૨૨૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
જતા રહ્યા, વધારે આપવાના હતા તે. હવે શું થાય ? હવે અમદાવાદ જવું છે અને આ અહીં તો રાત રહેવાય નહીં, એટલે આજ ગાડીમાં જવું છે. પછી બીજી એક ગાડી ખરી પણ રાત પડી જાય. અમદાવાદમાં રાત પડી જાય તો પાછું જવું શી રીતે ત્યાં આગળ ? પહોંચે શી રીતે ? પછી એક સૂઝ પડી.
એટલે પછી અક્કલ ચલાવી. અક્કલ સારી હતી, તે અક્કલને કહ્યું, ‘તું શું કહું છું?” ત્યારે કહે, “એમ કરોને ટિકિટ વગર બેસી જાઓ અહીંથી અને વાસદનો સ્ટેશન માસ્તર આપણો ઓળખાણવાળો છે, ત્યાં ઊતરીને ત્યાંથી ટિકિટ લો. એટલે બે આના બચી જશે.” તે સૂઝ પડી મહીં કે “ભઈ, એમ ને એમ ગાડીમાં બેસી જાવ આપણે.” એટલે મેં કહ્યું, ‘રહેવા દો, આપણે ટિકિટ જ નથી લેવી. આપણે બેસી જાવ આમ ને આમ, વાસદથી ટિકિટ કઢાવીશું. એટલે બે-ત્રણ આના, આ ગાળો ઓછો થાય ને ?”
વગર ટિકિટે, ખુદાબક્ષ તરીકે એટલે ત્યાં આગળ પછી મેં નક્કી કર્યું કે આજ તો રેલ્વેની ચોરી કરો. કારણ કે હવે આનો-બાનો મારી પાસે મળે નહીં ને ગાડીમાં જવાય નહીં, એના કરતા ગાડીમાં બેસી જાવ ને, હલ થશે. એટલે અક્કલ વાપરી, તે ટિકિટ વગર ખુદાબક્ષ તરીકે બેસી ગયો ગાડીમાં.
પ્રશ્નકર્તા: પછી તમે વાસદ સુધી વગર ટિકિટે આવ્યા?
દાદાશ્રી : હા, વગર ટિકિટ આવ્યા, “ખુદાબક્ષ' ! તે વખતે ખુદાબક્ષ નામેય કોઈએ પાડેલું નહીં. કારણ કે એ નામ પાડનારાને અક્કલ જ નહોતી કે આ શું કહેવાય તે ઘડીએ ? એ ટિકિટ વગરને શું કહેવાય એનું નામ જ પાડનાર નહોતું. કોઈ અક્કલવાળો હોય તો પાડે ને ? પછી બહુ વધી ગયા ને, એટલે તો “ખુદાબક્ષ નામ પાડી દીધું. “ખુદાના બક્ષેલા !”
તે દહાડે ટિકિટ ના લેવી હોય તો જાજરામાં બેસી રહે. ઠેઠ મુંબઈ જાય તોય જાજરામાં, બહાર નીકળે જ નહીં. એક ફેરો તો પાંચ રૂપિયા હાસ અટક્યું'તું. પાંચ રૂપિયા ક્યાંથી લાવે? પાંચ રૂપિયા તો બહુ મોટી વસ્તુ. સાત રૂપિયા બિચારા સ્ટેશન માસ્તરોનો આખા મહિનાનો પગાર.