________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૨૧ એટલે પછી ધોળે દહાડે અજવાળે અજવાળે ખોળી કાઢીશું, પહોંચી જઈશું ઢાળની પોળે. તેથી અગિયારની ગાડીમાં જતો'તો કે દહાડે હોય ને તો હરીફરીને એને ખોળી કઢાય. અને પાસે પૈસા હોય તો ઘોડાગાડીવાળાને કહીએ કે ભઈ, અમુક પોળે લઈ જા. પોળનું નામ એકલું જાણું.
ટિકિટનો ચાર્જ વધી ગયેલો તેથી થઈ ફસામણ
તે પછી હું એક રૂપિયો લઈને ટિકિટ લેવા ગયો અમદાવાદની. તે દહાડે આવી ક્યૂ (લાઈન) નહીં, જ્યારે જઈએ ત્યારે બારી ઊઘાડી જ હોય અને કોઈ લેનારોય ના હોય. આ ક્યું તો ત્યાર પછી થઈ બધી. એકવીસ-બાવીસ વર્ષની ઉંમર મારી, એટલે કેટલા વર્ષ પહેલાંની વાત થાય છે આ ? બાવન વર્ષ પહેલાંની વાતને.
પ્રશ્નકર્તા ઃ હા, ૧૯૩૦ની સાલની. દાદાશ્રી : બોલો, હવે બાવન વર્ષ ઉપર કેવું સરસ હિન્દુસ્તાન હશે !
હું ટિકિટ લેવા ગયો વડોદરાથી અમદાવાદની પણ થયું વિચિત્ર. હવે સ્થિતિ બદલાઈ ગઈ. પેલા માસ્તરે કહ્યું કે “ભઈ, એક રૂપિયો નહીં, એક આનો ઉપર જોઈશે. ચાર્જ વધ્યો છે, સરકારે ભાડું વધાર્યું છે. પંદર આના હતું તેને બદલે એક રૂપિયો ને એક આનો કર્યો છે.” ક્યાં આ ફજેત ? મેં જાણ્યું કે એક આનો વધશે, તે રસ્તામાં આમ ચા-પાણી કરીશું ને બહુ થઈ ગયું આપણે.
હવે એક આનો ક્યાંથી લાવવો? મેં કહ્યું, ‘ઊભા રહો, હું વટાવીને લાવું છું.” બીજો એક આનો હોય તો આપે ને ? પછી બીજો વિચાર આવ્યો કે “ભઈ, આ એક આનો લાવીએ તો ટિકિટ મળે પણ તો પછી આમ ભઈને કાગળ શી રીતે લખવો ?” તે દહાડે બે પૈસા થયેલા પોસ્ટકાર્ડના. મેં કહ્યું, “ક્યાંથી લાવું હવે ?”
અક્કલ ચલાવી કાઢ્યો રસ્તો હવે આ સ્થિતિ આવી, હવે ક્યાંથી એક આનો લાવવો ? પાછો કોની પાસે માગવો ? બીજું કોઈ દેખાયું નહીં ઓળખાણવાળું. પેલા ભાઈ