________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એટલે તે દહાડે જ કાગળ લખવો જોઈએ એટલે ખોળાખોળ ના કરે
પછી.
૨૨૪
એટલે પછી ઘેર લખ્યું બ્રધરને કે હું રિસાયો નથી, નાસી ગયો નથી કે હું જતો રહ્યો નથી. અગર તો મને કંઈ ત્રાસ નથી તમારા તરફથી પણ મારી આવી ઈચ્છા કે મારું પ્રારબ્ધ બદલાયેલું છે. હું હવે અમદાવાદ જઈને કંઈક કરું. હું ભાગી જતો નથી, પણ મારી ઈચ્છા છે કે મારે હવે અમદાવાદ સ્ટેડી થવું, મારે કોઈ ધંધો કરવો. માટે મારી ચિંતા કરશો નહીં, મને ખોળશોય નહીં.’ અમદાવાદ જઉ છું એટલું લખેલું, કોને ત્યાં જઉ છું એવું નહીં. ‘હું અમદાવાદ છું, માટે તમે મારી તપાસ કરશો નહીં’ એવો કાગળ લખી નાખ્યો.
પ્રશ્નકર્તા : એટલે તે વખતે ગુસ્સો નહોતો, તમે જ પોસ્ટકાર્ડ લખ્યું ને ?
દાદાશ્રી : હા, ત્યાં પોસ્ટકાર્ડ લખ્યું.
પ્રશ્નકર્તા : એ આખી સૂઝની વસ્તુ છે.
દાદાશ્રી : એ પોસ્ટકાર્ડ લખ્યું એટલે બીજે દહાડે છે તે બધાને એ (હાશ) થયું. નહીં તો ગભરામણ થઈ જાયને બધાને, મૂરખ કહેવાઈએ આપણે. એ તો ભાઈનો ઓજસ (તાપ) મને સહન ના થાય, એટલે મોઢે કહી શકું નહીં. નહીં તો મોઢે કહીને નીકળત પણ એ તો મોઢે કહેતા ગભરામણ થઈ જાય. તે એમનું ઓજસ એવું હતું. એટલે પાછળથી કાગળ લખવો પડ્યો. પછી બેસી ગયો ગાડીમાં.
પુણ્યશાળી તે ચાના ટાઈમે ચા મળી ગઈ
આણંદ આવ્યું તે આણંદ સ્ટેશને ઊતર્યો. તે એક ઓળખાણવાળા મળ્યા. મને કહે છે, ‘ક્યાં જવાની તૈયારી ?’ મેં કહ્યું, ‘અમદાવાદની.’ તે કહે, ‘આવો, આવો, આવો. ચા-પાણી કર્યા વગર જવાય નહીં. ચા પીને પછી જાઓ.' મેં કહ્યું, ‘ચાલો, હેંડો, ચા-પાણી કરીએ. જોઈતું'તું ને વૈદે કહ્યું.'