________________
૨ ૧૩
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
પ્રશ્નકર્તા સેકન્ડ વાઈફને એટલે એવું જ બધું હોય, બીજીવારનાને એટલે.
દાદાશ્રી : બીજીવારના એટલે તો એ ખોટા ભેગા થયા. બીજીવારના હોય તો જરા વધારે પપલાય પપલાય કરે. નહીં તો બહુ મર્દ માણસ હતા, અમારા મોટાભાઈ ફર્સ્ટ વાઈફને તો ગાંઠે નહીં. તે સેકન્ડ વાઈફને માન આપતા'તા અમારા ભાઈ. “આ સાલ આમ ધંધો ચાલે છે ને તેમ ધંધો ચાલે છે', એને ખુશ કરવા માટે આવું બધું બોલે. હવે એને ખુશ કરીને શું કામ છે તે ? બીજું, સાડી જોઈતી હોય તો સાડી લઈ આવ તારે. જોઈએ છે ? લે, બીજી લાવ, હેંડ. સોનાની બંગડીઓ બનાવવી છે? લે. હીરાના કાપ કરાવવા છે ? એને આ કહેવાનું હોય કે “આ સાલ આમ ધંધો થયો, તેમ થયો ?” ખોટ જાય ત્યારે બૂમ પાડશે આપણને. ‘તમને ધંધો કરતા નથી આવડતું' એવું કહે. તે ઘડીએ આપણી આબરૂ શું રહી?
ભાઈ ભોળા તેથી ભાભીને હાથ ઘાલવા દીધો ધંધામાં
મણિભાઈ ભોળાને એટલે દિવાળીબા વીફર્યા. તે પછી ધંધામાં હાથ ઘાલી દીધો એમણે. અમે ને અમારા ભાઈ ધંધો કરીએ ને, તે આવીને જાણે ઈન્કમટેક્ષ ઑફિસર પૂછતા ના હોય, “શું થયું એમાંથી ? આ આઈટમમાં તમને શું લાભ મળ્યો? આમાં શું લાભ મળ્યો ?”
અમારો કોન્ટ્રાકટનો ધંધો હતો મારા બ્રધરના વખતમાં. અમારા ભાભી હોશિયાર બહુ હતા. તે અમારો બે ભાઈનો હિસાબ માગે છે, કે હમણે શું કમાણી ચાલે છે ને એ બધું.” અમારા મોટાભાઈ આવું બધું કહી દે, બીજી વારના ધણિયાણી એટલે.
તે મારા ભાઈ ભાભીને શું કહે ? આજે કામ કર્યું તેમાં લગભગ છસ્સો રૂપિયા મળ્યા હશે.
પ્રશ્નકર્તા છસ્સો રૂપિયા !
દાદાશ્રી : હા, એવું કહે. હવે તે ઘડીએ મને કંઈ ખબર નહીં કે આ કહેવાનું શું પરિણામ આવશે તે ! પછી ધંધો બરોબર નહોતો ચાલતો.