________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
દાદાશ્રી : આમ કરી નાખીશ, આમ કરી નાખીશ પણ મહીં પડ રાખેલું. તે પછી અમે સમજી ગયા. પછી ભઈને ખબર પડી છેલ્લે, એમણે જાણ્યું કે અંદરખાને કપટ રમે છે. એવું એમને પછી છેવટે દેખાયું. બીજી વખત પૈણીતે મૂરખ બને
પ્રશ્નકર્તા : દાદા, ભાભી એવા સ્ટ્રોંગ હતા ?
દાદાશ્રી : આ તો સેકન્ડ વખતના બઈ એટલે બહુ વસમી હોય. બીજીવારના મહારાણીને, એટલે અમને બે ભાઈઓને ટૈડકાવી નાખતા હતા. બ્રેઈન એટલું બધું અમારા ભાભીનું, તે ભાઈને ફફડાવીને તેલ કાઢી નાખ્યું’તું. દબડાય દબડાય જ કરે ધણીને. હું તો સમજી જાઉ તરત. અમારા ભઈયે સમજી જાય, પણ પેલા પ્રેમને લઈને ભૂલી જાય એ બધું. બીજી વખત પૈણવું ના જોઈએ પણ મૂઆ પૈણીને પછી મૂરખ બને છે. ભઈને આટલી ઉંમરે મૂરખ બનાવે છે !
૨૧૧
અમારા મોટાભાઈથી બહાર સો માણસ હાલી જતું હતું. એવા છે તે વિકરાળ, એવી પર્સનાલિટી. કેવા માણસ ? રાજેશ્રી માણસ. જેની છાતી એવી પણ તે અહીંયા ફફડી ગયા બીબી આગળ. રાજા જેવો, સિંહ જ જોઈ લો. સિંહ જેવો પાટીદાર દેખાવમાં. સિંહ જેવા પટેલને ધૂળધાણી કરી નાખેલો. એમની આંખ દેખીને બધા ખસી જાય, તે બકરી બની ગયેલા. એ સિંહ જેવાને બકરી બનાવી દીધા. એ વાઘણ જેવી ઊભી રહે. મને તો અજાયબી લાગી કે આ મારો વાઘ જેવો ભઈ અને એને બકરી બનાવી દીધો ?
ભાઈને વશમાં રાખવા કરે કીમિયો
પ્રશ્નકર્તા : પેલી વાત કહોને દાદા, તમારા ભાભીએ પેલું કશુંક સંતાડી દીધું હતું.
દાદાશ્રી : હા, સંતાડી દીધું હતું.
પ્રશ્નકર્તા : શું ? એ વાત કહોને જરા, દાદા.