________________
૨૧૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : અમારે પૈસાની બહુ ભીડ હતી. ભઈને તે ઘડીએ તે જમાનામાં પચ્ચીસ હજાર દેવું થઈ ગયેલું કોન્ટ્રાક્ટના ધંધામાં. તે પૈસા નહોતા એટલે એમની પાસે પૈસા માગવા પડે એટલા માટે એમણે કીમિયો કર્યો. તે એ કોલસાની ગુણો હોય તે બધું સંતાડી દે, ચોખા સંતાડી દે, ફલાણું સંતાડી દે.
પછી આપણને લાવતા મોડું થયું હોય ને, તો આપણે એમ કહીએ, શેમાંથી બનાવ્યું ?” તો કહે, ‘જોડેથી લઈ આવી થોડા.” તે આમતેમ આપણને દબડાવવામાં રાખે. આ ગમ્યું નથી મારતો. નજરે જોયેલી વાત કહું છું. બે મણ ચોખા હોય તો ઉપર મૂકી આવે.
તે પછી કહે, ‘આ ચોખા લઈ આવો, ચોખા નથી.” પાણી જુએ, કે ભાઈને કેમનું થાય છે ? ત્યારે ભાઈ કહે, ‘તારી પાસે પાંચ-પચાસ પડ્યા છે ? સો એક ?” હવે સો રૂપિયામાં કેટલા આવે, પાંચ રૂપિયા ભાવના? કેટલા દહાડા ચાલે ?
એવી જ રીતે એક ફેરો શું કર્યું'તું ? કોલસાની ગુણ હતી એને નોકરાણી બઈ પાસે ઉપર ચડાવડાવી અને પછી અહીં આગળ કહે છે, આ જુઓ, આ કોલસા થઈ રહ્યા છે.” હવે તે દહાડે તો દોઢ રૂપિયે ગુણ આવતી'તી બળી, પણ બે-ચાર ગુણો સાથે લાવીએ ત્યારે પેલું ભાડું ઓછું થાય ને ! ત્યારે મેં કહ્યું, ‘પૈસા તો છે નહીં આવે અને તમારી તો બધીય ગુણો થઈ રહી.” તે અમારા ભઈ કહે છે, “અલ્યા ભઈ, જાને, ઉધાર લઈ આવ.” ત્યારે એ કહે, ‘તમને હું આપું પણ મને પાછા આપો તો આપું.” એટલે એ પાછા ઘરના શેઠાણી, તે અમારા મોટાભાઈ કહે છે, “ભઈ, આપને ત્યારે, તે આપ.” તે વળી હું સમજી ગયો કે આ પૈસા એમની પાસેથી લેવા હારુ આમ કીમિયો કરે છે. અમારે લેવા પડે ને એટલા માટે પણ મોટાભાઈ ને હું બેઉ લઈએ નહીં એવા, હાથ-બાથ ધરનારા બીજા. હું ખોળી કાઢું હઉ પાછો. કોલસાની ગુણ ત્રીજે માળ સંતાડી દીધેલી. મેં જાતે જોઈ પછી. કારણ કે મારે બપોરે શીરો ખાવા જોઈએ. એ બહાર જાય ને, ત્યારે હું મારી મેળે એ સ્ટવ લઈને શીરો બનાવીને ખાઈ લઉં.