________________
૨ ૧૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા એટલે એ ભડક પેસી ગઈ'તી ? દાદાશ્રી : એ મને કહેતા'તા, નહીં તો આ બાઈ તો શું હિસાબમાં?
કળા કરી ભાઈએ દેખાડ્યું ભાભીનું કપટ પ્રશ્નકર્તા : પેલી ભડક પેસી ગઈ ને ?
દાદાશ્રી : હા, ભડક પેસી ગઈ. પછી અમારા ભાઈ જરા મહીં ટાઢા પડી ગયા એટલે મેં કહ્યું કે “તમે બેસો, હું જરા ભાભીને ધક્કો મારી આવું.” પછી ભાભીને કહ્યું, ‘હંડો ને, હમણે હું સૂરસાગર તેડી જાઉં. ચાલો, હું તમારી પાછળ આવું, ત્યાં એકલા બીક લાગશે તમને. તમારા એકલાથી જાતે પડતા ફાવે નહીં. હું ત્યાં ઊભો રહું. તમને હિંમત નહીં આવે ત્યારે હું તમને ત્યાં ધક્કો મારી આપીશ પાછળથી.” ત્યારે મને કહે, ‘તમે પડો.” એ અમારા મોટાભાઈએ સાંભળ્યું.
મારે તો મોટાભાઈ આગળ ભાભી પાસે બોલાવડાવવું હતું. તેથી અમારા ભઈના જોવામાં આવે કે “હા, આ ખરી બઈ છે !” આ મારા ભાઈને કહે છે ઊલટી. આમ અમારા મોટાભાઈ પાસે પેપર ફૂટી ગયું. મોટાભાઈ સમજી ગયા. મેં મારા મોટાભાઈને કહ્યું કે જોયું આ ! જુઓ આ વેષ, આ સરવૈયું જુઓ, આ સ્ત્રીચારિત્ર જુઓ. આ જાત કોઈ પડે નહીં. કોઈ નવરું નથી અને પડવાને તૈયાર થાય તો આપણે કહેવું, ‘હંડો, હું તમને ધક્કો મારી આપીશ.”
પ્રશ્નકર્તા : ના પડે, પુરુષોને દબડાવે. દાદાશ્રી : બહુ પાકા. પ્રશ્નકર્તા : જે પડનારો હોય તે કોઈને કહે નહીં.
દાદાશ્રી : શું કરવા આવું કહે ? સામાને દબડાવવા માટે. એકેય મરતા નથી, જુઓને ! કારણ કે એમણે બહાર પડ રાખેલું વચ્ચે, અંતરપટ રાખેલું.
પ્રશ્નકર્તા: નાટક કરે, કમ્પ્લીટ નાટક.