________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૦૯
મને પોતાને હઉ ખબર પડે કે મારા હારા આ ગધેડાને આધાશીશી ચડે. ગધેડાને હંમેશાં આધાશીશી ચડે નહીં, તેનેય આધાશીશી ચડે એવી મારી વાણી નીકળે છે, ત્યારે એ શબ્દો કેવા નીકળતા હશે ?
પડીશ સૂરસાગરમાં, શું કરી ડરાવે ભાઈને પ્રશ્નકર્તા તમારા બન્નેની અથડામણ વખતે ભાઈ કશું બોલે ખરા?
દાદાશ્રી : એટલે ભઈ કશું કહેવા જાય ને, ત્યારે ભાભી ત્રાગું કરે, કપટ કરે. એને કામ કરાવવું હોય ને, તો અમારા ભાઈને શી રીતે દબડાવે એ જાણો છો ? અમારા મોટાભાઈને બિવડાવવા માટે શું બોલ્યા ? “મારે સૂરસાગરમાં પડવું પડશે, તમારા ભાઈને લીધે. હું તો આ સૂરસાગરમાં પડવા હેંડી.”
‘તો આ સૂરસાગરમાં ચાલી, જઉ છું,’ એવું કહે એમને ડરાવી મારવા માટે. કારણ કે બુદ્ધિ બહુ કામ કરે, જબરજસ્ત કામ કરી જાય. અને ભઈ રાજમાન રાજશ્રી સ્વભાવના, સુંવાળા હતા. એટલે ભડકી જાય બિચારા, એ આવું સહેજ ત્રાગું કરે ને ! તે મણિભાઈ ભડકી ગયા. એમને મહીં ભડક બહુ લાગે ને, પહેલી બઈ મરી ગયેલી ને ?
પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : તે એમને આરોપ આવેલો કે એમણે મારી નાખી’તી. પ્રશ્નકર્તા : અચ્છા !
દાદાશ્રી : એટલે એમના મનમાં એમ કે આ બીજી વખતે એવું થાય તો મારી શી દશા થશે ? એવું કંઈક થાય તો મારે માથે આરોપ આવશે. આ મરી જાય તો ઉપાધિ આવશે બધી. આ સેકન્ડ મેરેજ, એટલે ભડકી ભડકીને ચાલેલા. એટલે એ દબાઈ ગયા. નહીં તો દબાય નહીં એ. એ તો વેચી દે એવા. એટલે જે પહેલી વખત મરી ગઈ તેનો આરોપ આપણા માથા ઉપર લોકોએ રાખ્યો છે, અને જો આ બીજી વખત મરે તો લોકોને પુરાવો મળી જાય ને મારે માથે આવશે આરોપ. હવે એ સાચું-ખોટું ભગવાન જાણે, પણ આરોપ તો આવ્યો’તો.