________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૦૫ પાડી છે. મારું નામ રાખવા માટે, હું કંઈ છોડવાનો નથી. તું ના પાડીશ તો હું તો મારા અંબાલાલને પૈણાવી દઈશ.”
પ્રશ્નકર્તા: અંબાલાલને પૈણાવી દઈશ? દાદાશ્રી : હા, આમ બોલેલા. પ્રશ્નકર્તા : તે દહાડે જીભની કિંમતને ! દાદાશ્રી : એ ખુમારી જુદી હતી. પ્રશ્નકર્તા: હા, તમને પૈણાવી દેત દિવાળીબા જોડે. દાદાશ્રી : હા, પૈણાવી દેત. પ્રશ્નકર્તા : તમે નાના હતા તોય ?
દાદાશ્રી : એ પૈણાવી દેત. એ તો ઝવેરબાય પાછા મૂળજીભાઈથી બે વર્ષ મોટા હતા. પહેલાં એવું હતું. તે વાઈફ મોટા સારા ઊલટા, વહીવટ સારો ચલાવે.
પ્રશ્નકર્તા : વહીવટ સારો ચલાવે એમનો.
દાદાશ્રી : આ ભાઈ તો મારાથી વીસ વર્ષ મોટા અને ભાભીથી ઓગણીસ વર્ષ મોટા, બીજી વખત લગ્ન થયા એટલે.
પ્રશ્નકર્તા : એટલે તમારી ઉંમરના ભાભી હશે ? દાદાશ્રી : હા, મારી ઉંમરના, હું ને એ બે સરખા.
ભાઈને લીધે મહારાણી જેવો રોફ તે જોયેલા? પ્રશ્નકર્તા: હા, દાદા. આમ દેખાવમાં પ્રભાવશાળી લાગે.
દાદાશ્રી : બહુ પ્રભાવશાળી એ તો. દેખાવડા બહુ હતા. બાએ એવા રૂપાળા, બહુ રૂપાળા. આખું ચોકઠું જ રૂપાળું. આ દિવાળીબા બહુ રૂપાળા