________________
૧૬૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
કહી દઉં. અને ફાધર તો વઢશે એવો મને ડર લાગે. એટલે કહી દઉં કે હું ગયો જ નથી ને રાતે સૂઈ ગયો હતો.'
છતાંય નાટક જોઈ આવ્યો હોઉ. પાછા લોકો એમને કહે, ‘તમારો દીકરો તો નાટક જોવા આવે છે.” એટલે પાછા કહે, ‘તું ક્યારે ગયો હતો? ઊઠ્યો ક્યારે તું ?” મેં કહ્યું, “એ તો થોડીવાર જઈને પછી પાછો આવતો રહ્યો હતો.”
એટલે આ બધાના પ્રતિક્રમણ કર કર કરેલા. ઘરમાં મેં શું શું કર્યું, આમ શું શું કર્યું? ફાધરની જોડે શું દગો કર્યો ? એ કહે, “નાટક આવ્યું છે, તારે જોવા જવાની જરૂર નથી.” ત્યારે કહ્યું, “હા, નહીં જઉં.” અને નાટક જોઈ આવીને બાને ખાનગીમાં કહી રાખ્યું હોય, કે હું આવું ત્યારે બારણું જરા ઉઘાડું રાખજો. એટલે બા બારણું ઉઘાડું રાખે. તે હું પેસી જઉ હડહડાટ. એ બધા ગુના જ કર્યા ને !
અમારી હાજરીમાં ફાધરનો દેહવિલય પ્રશ્નકર્તા : મૂળજીભાઈ કેટલી ઉંમરે ગયેલા ? દાદાશ્રી : પચાસ-એકાવન વર્ષ. પ્રશ્નકર્તા : એમ ? બહુ નાની ઉંમરમાં ગયા !
દાદાશ્રી : નાની ઉંમરમાં પણ તે દહાડે તો એકાવન વર્ષ જીવે તો બહુ કહેવાય.
પ્રશ્નકર્તા: એ તો બહુ આનંદ કરે લોકો, વન ઉજવ્યું એમ ઉજવે.
દાદાશ્રી : એકાવન-વનમાં આવ્યો, કહે.
પ્રશ્નકર્તા : (વિક્રમ સંવત) ત્યાંસીની સાલમાં મૂળજીભાઈ ગુજરી ગયેલા, ત્યાંસીમાં એટલે આજે સાંઈઠ વર્ષ થયા (સંવત ૨૦૪૩, ઈ.સ. ૧૯૮૭).
દાદાશ્રી : હા, ત્યાંસીની રેલ (પૂર).