________________
૧૭૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તે બધા મહેમાન અંદર બેઠેલા. તે મેં કહ્યું, “હવે શું કરશો ?” ત્યારે કહે, “શું કરે હવે ? પાછલે બારણે રહીને ચા લઈ આવ હૉટલમાંથી, ક્યાંકથી.” મેં કહ્યું, “હૉટલનું ના લવાય. હું અહીં સ્ટવ લઈ આવું છું જોડવાળાનો. પછી કહ્યું, ‘હવે કપ-રકાબી લાવવા નહીં પડે ?” ત્યાર પછી થોડીવાર રહીને કહે છે “લાવવા તો પડશે ને !' આની આજ ભાંજગડ !
તે મેં કહ્યું, “આ કપ-રકાબી ફોડી નાખ્યા, તે ના ફોડી નાખત તો સારું પડત ને ! તો કહે, “હા, તે રીસ રીસમાં નાખી દીધા. બોલો હવે, એનું શું.... આવું જગત ! બધા કપ-રકાબી નાખી દીધા. શું આમને શોભે ? તે સ્ટવ બહાર ફેંકી દીધો, કપ-રકાબી બધા ફેંકી દીધા ને આવું બધું ! આવું પછી માણસ અકળાયને નરી અકળામણ જ ઊભી કરે છે. આ પેલા ચા મૂકનારના મનમાં તો શેરડા પડે ને બળ્યા ! આ બે બદામોની ચા ને તોફાન કેટલા બધા? અને ભાભી શું કરે છે ? આવ ખરાબ હોય તો એ શું કરે ?
પ્રશ્નકર્તા : પણ એ સમજે નહીં ને એમાં !
દાદાશ્રી : ના, પણ એવા કેવા મહેમાન કે ભગવાન કરતાય મોટા? મહેમાનને કહીએ, ‘ભઈ, સ્ટવ સળગતો નથી. કોઈ હોશિયાર છો આમાંથી, તો જરા સળગાવી આપો ને.” એમાં કંઈ ઓછું એ થાય છે ? આપણો ભાવ છે એને ચા પાવાનો. પણ આવું નહીં તે. મહેમાન આગળ આબરૂ રાખવા આમ ફેંકે. આબરૂદાર માણસને કપડાં પહેરવા પડતા હશે? આ શા હારુ ? આબરૂ ઢાંકવા હારુ કપડાં પહેરે છે.
હું બહાર બધું જોઈ આવ્યો છું. આ બધા નકશા એમ કંઈ હું ભૂલી જઉ ઓછો કે ? આ નકશા કંઈ ભૂલી જવાય ? આ બધા નકશા જોયેલા હોય ને ?
પ્રશ્નકર્તા : હા, જોયેલા હોય.
દાદાશ્રી : તે સ્ટવને બહાર પડેલો જોયેલો, ને સળગતો સ્ટવ જોયેલો ! મજા આવે, હજુ હસવું આવે એ યાદ કરતા.