________________
૨૦૧
[૭] મોટાભાઈ
છેવટે દારૂ છોડી કર્યા ઉપવાસ મણિભાઈ પુણ્યશાળી માણસ, પણ શું થાય છે? એય નાની ઉંમરમાં ઓફ થઈ ગયા ને !
પ્રશ્નકર્તા : કેટલી ?
દાદાશ્રી : પચાસ વર્ષની. શરીર બધું ખલાસ થઈ ગયેલું એમનું. કારણ કે એમણે ઉપવાસ કરેલા તે વખતે એકત્રીસ. તે ઉપવાસથી મરી ગયેલા. ઉપવાસમાં હેલ્પ ના થઈ બરાબર.
પ્રશ્નકર્તા : શું મણિભાઈએ ઉપવાસ કરેલા? દાદાશ્રી : એકત્રીસ ઉપવાસ કરેલા, પાણી એકલું પીએ તે. પ્રશ્નકર્તા સંથારા જેવું એ તો?
દાદાશ્રી : સંથારો કરે છે ? વેરવી પુરુષ કહેવાય આ તો. એ તો એમને પોતાના મનમાં આવે એવું કરે, ગાંઠે જ નહીં ને !
પ્રશ્નકર્તા : પણ એ ઉપવાસ કેમ કરેલા, દાદા ?
દાદાશ્રી : તે ઉપવાસ તો એટલા માટે કર્યા કે “આ શરીરમાં મારે દારૂના પરમાણુ છે, એ બધાને સાફ કરી નાખવા છે.” તે શરીરની શુદ્ધિ માટે કર્યું હતું આ. પોતે દારૂ પીતા'તા ને, એટલે શરીરમાંથી ઝેર નીકળી જાય.
જો કે દારૂ છૂટી ગયેલો, એમની જાતે જ છોડી દીધેલો બે વર્ષ પહેલાંથી. ત્યાર પછી ઉપવાસ કરેલા. આમ પાછા સંત પુરુષ જેવા થઈ ગયેલા, કારણ કે સુપર બ્રેઈન હતું એમનું. તે શરીરને ફેરફાર કરવા માટે, શરીરને પાછું પુણ્યશાળી બનાવવા માટે, પાપો ધોવા માટે એકત્રીસ ઉપવાસ કરેલા.
ડૉક્ટર તો નિમિત્ત, મૂળ કારણ ઉપવાસ તે ઉપવાસમાં ગયા એ. ઉપવાસ છોડતા ના ફાવ્યા.