________________
[૭] મોટાભાઈ
જાય. છોટાભાઈએય મોટાભાઈને કહ્યું કે ‘મણિભાઈ, આ જો તને લત
ના હોત તો આપણા ગામનો એક મોટો જબરજસ્ત આગેવાન ગણાત.’ પણ પછી પેલી ટેવ પડીને જરાક, તે બધું બગડી ગયું.
સ્પિરિચ્યુઅલ લેવલમાંથી અવળી લાઈતમાં
નહીં તો એક્સેપ્શનલ (અસાધારણ), સિંહ જેવા. અમારા મોટાભાઈ બહાર સિંહ ગણાય પણ આ બધી ખોટી ટેવોને એટલે તો એમની વેલ્યૂ (કિંમત) ના થઈ. બ્રાન્ડીની ટેવને, તે પીએ એટલે પતી જાય. માણસ તરીકે ગણવાની કિંમત જ શું રહી ? પીએ એટલે ખલાસ થઈ ગયું. ગમે તેવો પર્સનાલિટીવાળો એને આ હોય તે ખલાસ થઈ ગયો.
૧૯૯
પ્રશ્નકર્તા : પણ મૂળ એ ખમીર તો જાય નહીં ને, દાદા ?
દાદાશ્રી : ખમીર તો જાય નહીં પણ દારૂની ટેવને, તે લોકોએ કાઢી નાખ્યા. એમનું વજન પડવા નહોતું દેવું, તે આ ટેવના નામથી કાઢી નાખ્યા લોકોએ, કે જવા દોને, પીવે છે.’
પ્રશ્નકર્તા : એમનું સ્પિરિચ્યુઅલ લેવલ હાઈ હતું, દાદા ? દાદાશ્રી : મૂળ સ્પિરિચ્યુઅલ લેવલમાંથી આ અવળી લાઈનમાં આવી ગયેલા.
પુણ્ય પ્રતાપે રોફથી પથારીમાં જ મર્યા
અમારા મોટાભાઈ, તે એમને બધા લોકો શું કહેતા તે જાણો છો ? કે ‘મણિભાઈ, તમે પથારી અંદર નહીં મરો.' શું કહે ?
પ્રશ્નકર્તા : પથારીની અંદર નહીં મરો.
દાદાશ્રી : દરેક જે આવે તે એમ કહે કે ‘મણિભાઈ, તમે પથારીમાં મરશો નહીં. આટલું બધું તમે લોકો પર શિરજોરી કરો છો, તે છે તે બહાર જ તમને કો'ક ઊડાવી દેશે.’ તો એ કહે, ‘નહોય બહાર ઊડનારા, આ તો પથારીમાં મરનારા ! આ તો રાજેશ્રી માણસ !'
અમારા કાકા હતા ચતુરભાઈ કરીને, તે એ કહેતા હતા કે