________________
૧૯૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : ઓગણીસો ત્રીસથી છત્રીસ સુધી, ત્યારે તમે ધંધામાં હતા ?
દાદાશ્રી : ત્યારે હું ધંધામાં સાથે હતો. પછી જુદો ધંધો કરતો હતો. પ્રશ્નકર્તા : જુદો ધંધો ?
દાદાશ્રી : જુદો ધંધો થયા પછી મારે આપવું પડતું હતું. એમને કંઈ બિઝનેસ ચાલતો નહોતો. એટલે પછી મારે આપવું પડતું હતું. પછી ઓગણચાલીસમાં જુદો થયો એમનાથી.
મારું હિત ભાઈને સુખ થાય તેમાં છે મને બાવીસ-ત્રેવીસ વરસે એક જણ નાની અમથી અમારા બે ભઈઓ વચ્ચે ફાચર મારતા'તા. તે ભાઈ મારાથી પચ્ચીસ વર્ષ મોટા હતા, તે ફાચર મારતા'તા. આમ સારા માણસ, હવે એ ઈરાદાપૂર્વક ફાચર નહોતા મારતા, “એમાં તારું હિત નથી” એમ મને કહેતા'તા. મેં કહ્યું, મારું હિત મારા ભાઈને સુખ થાય તેમાં છે. મારી મિલકત જાય તેમાં નથી મારું સુખ.” એ ડોસા તો સજ્જડ થઈ ગયા. એટલે એમના કહેતા પહેલાં હું સમજી જઉ કે આ ફાચર મારવા આવ્યો.
જો આ એક કુટેવ ના હોત તો... મણિભાઈને પીવાની ટેવ પડી એ બહુ ખરાબ થયું. પીતા શીખ્યા રોફ માટે અને એના આખા રોફ મારેલા, નહીં તો અમારા ગામમાં પટેલ ન હતો એવો કોઈ.
એ તો આપણા ગામના ઘણાં લોકોએ કહ્યું, “આખી નાતમાં મર્દ પુરુષ આટલો જ છે. આ એક કુટેવ ના હોત તો આપણા ગામનો મોટામાં મોટો માણસ ગણાત. જો પીધું ના હોત તો મોટામાં મોટું નામ નાતમાં
કાઢત.'
પ્રશ્નકર્તા નામ કાઢત, હા. પણ થોડુંક પીતા'તા કે બહુ પીતા'તા? દાદાશ્રી : વધારે, વધારે પી નાખે ઘણી વખત. ટોપી હઉ ભૂલી