________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
‘મણિભાઈ, તું પથારીમાં નહીં મરું. બહાર જ મરવાનો છો, કો'ક મારી નાખશે.’ ત્યારે કહે, ‘એ તમારી સમજણની વાત છે, મારી વાત જુદી છે. હું પથારીમાં મરવાનો, તમે આવજો.’ તે એવા પુણ્યશાળી, તે પથારીમાં જ મર્યા. નહીં તો પથારીમાં ના મરે એવો માણસ. કોઈનેય છોડેલો નહીં. તે પથારીમાં રોફથી મર્યા, આરામથી. મરતી વખતેય બધા એવું કહેનારા હઉ જોડે હતા, મેં જોયેલા.
ત ગયા કોઈને ત્યાં સ્મશાતમાં, તોય લોકો આવ્યા
મોટાભાઈ મરી ગયા ત્યારે મનમાં ભય પેઠો કે સાલું કોઈ નહીં આવે તો શું કરીશું ? સ્મશાનમાં કોઈ ના આવે તો શું કરીએ ? લોકો બધા સત્યાગ્રહ કરે તો ? કારણ કે શું થયું હતું કે એ કોઈને ત્યાં સ્મશાનમાં નથી આવ્યા એવા પાટીદાર ભારે ! કોઈને ત્યાં સ્મશાનમાં એ પોતે જાય નહીં ને મને જવા ના દે. ‘એય સ્મશાનમાં નહીં જવાનું' કહે.
૨૦૦
ત્યારે મેં કહ્યું, ‘આ બા મરી જશે તો કોણ આવશે ?” ‘એ તારે જોવાનું નહીં. સ્મશાનમાં નહીં જવાનું' કહે છે. તે હું ના જઉ. તે પછી મનેય એવો ભય રહ્યા કરે, અમારા બા થૈડા હતા. તે મેં કહ્યું, ‘આ બા મરી જાય તો કોઈ આવશે નહીં આપણે, અને આ મણિભાઈને તો કોઈની પડેલી નથી.’ એટલે હું છાનોમાનો જઈ આવું. આપણે વ્યવહારુ માણસ, વ્યવહાર સાચવું. તે પછી એ પહેલાં મરવાના થયા, બા પહેલાં.
પણ એ ગયા ને, તે દહાડે ચાલીસ-ચાલીસ માણસ બેસી રહ્યું’તું ! કશું આંચ નહીં આવી.
પ્રશ્નકર્તા : ઈશ્વરકાકા તો આ વાત કહેતા રડી પડે.
દાદાશ્રી : ઈશ્વરભાઈ રડી પડતા હતા. એ તો મણિભાઈ રાતે અઢી વાગે મરી ગયા ને, તો ‘ઓ મારા ભાઈ રે' કરીને ખૂબ રડ્યા. અલ્યા, અમને કોઈને રડવું નથી આવતું ને તમને રડવું આવે છે ! એ ઈશ્વરભાઈ એવા લાગણીવાળા હતા. લાગણીશૂન્યતા નહીં, લાગણીવાળા, એ ઈશ્વરભાઈ ઘડિયાળી.