________________
[૭] મોટાભાઈ
૧૯૭
દાદાશ્રી : ત્રીસ વર્ષની ઉંમરે સ્વતંત્ર. મને હઉ દસકો વીતેલો ને ! તે પછી મને યાદ રહી ગયો હતો થોડો. ધંધામાં મોટાભાઈની જોડે ગયો’તો, તે વીતેલું પછી.
પ્રશ્નકર્તા : શું વીતેલું, દાદા?
દાદાશ્રી : બધુંય વીતેલું. ઊછીના લાવવા પડે ને આમ કરવું પડે તે. ઉધાર અનાજ લઈ આવવું પડે. એ વીતેલું ના કહેવાય ?
પ્રશ્નકર્તા : વીતેલું જ કહેવાય ને એ તો.
દાદાશ્રી : હ. ધંધો સરસ, મોટો ધંધો છતાં પણ આવું કરવું પડે. કારણ ભાઈનો ખર્ચો એવો. બ્રાન્ડીના તોફાન બધા ! હું સ્વતંત્ર જુદો થયા પછી મને નહીં વીતેલું.
મોટાભાઈને દારૂ છોડાવવા ન કરી જબરજસ્તી
અમે અલગ થયા પછી બે-ત્રણ જણ મારી પાસે આવ્યા. તે મને કહે છે, “તમારા ભાઈને દારૂ તો છોડાવી દેવડાવો.” મેં કહ્યું, “હવે એ એમની મેળે છોડી દે તો જ, જબરજસ્તીથી હેરાન થઈ જાય.”
આ મેં તો આવા બધા તોફાન જોયેલા છે પણ આ રસ્તો સારો ને? નહીં તો મોહ ચડત ને ? પણ અડચણો પડેલી બધી, એ બધી જાતના વેશ જોયા. સુખ એમણે ભોગવેલું અને દુઃખેય પડ્યું દસકો, એય મેં જોયેલું.
પ્રશ્નકર્તા: શેનું દુ:ખ પડેલું ?
દાદાશ્રી : જરૂરિયાતનું ખૂટે. મહેમાન આવ્યા હોય ને, તો લે-મેલ કરે. પહેલાં ખૂબ મહેમાન પોસાતા હતા. પછી મહેમાન બધા સમજી જાય કે મારું હારુ કંઈક ખૂટે છે ! ઉધાર લાવવાનો વખત આવ્યો’તો. આ સારું ના કહેવાય ને !
પ્રશ્નકર્તા: કઈ સાલમાં, દાદા ? દાદાશ્રી : ત્રીસથી છત્રીસ સુધી.