________________
[૭] મોટાભાઈ
૧૯૫
કોઈ માણસનું કમિશન ખવાતું હશે આપણે ? આપણે કંઈ દલાલની પેઢી હોય તો વાત જુદી છે. દલાલની પેઢી હોય તો તો પેલા કહે કે ભઈ, આ આમની કરવતી તો આવતા-જતા બેઉ બાજુ વહેરે છે. પણ આપણાથી એ કેમ થાય અને તમને તો એ સારામાં સારા “મણિભાઈ સાહેબ” માનીને તો પેલા બિચારાએ સોંપ્યું કે આ સાહેબને સોંપીશ તો મારું કામ સારું પતશે. તે ઊલટું ઘોડાગાડીના પૈસા આપણા ઘરના આપેલા છે, એવા આપણે ખાનદાની માણસો ! અસલ ખાનદાની ! આવું ના શોભે આપણને, કમિશન ના હોય. કંઈ ખાવાનું ના હોય, તેથી કંઈ ઘાસ ખવાતું હશે ? “સિંહના પુત્ર છીએ.” ત્યારે કહે, ‘તે મને કહ્યું ત્યાર પછી સમજણ પડી ગઈ. આ તારા ભાભી પેલી વખતે બોલ્યા એટલે મને એમ સારું લાગ્યું'તું.” પણ પછી મોટાભાઈએ કહ્યું કે “એ બધું કમિશન રાખવા જેવું નથી. હવે તું ફેરફાર કરી નાખ, (પાછું આપી દે.)
જો તમે ખાનદાન, તો આવું ન શોભે પ્રશ્નકર્તા : આ બધું પણ નેચરલને ? તમે કશું કરવા ગયા'તા ?
દાદાશ્રી : નેચરલ, ખાનદાની છે એ તો. શું ખાનદાની એમની ! મેં જોઈ છે એમની ખાનદાની કે કોઈનોય પૈસો લે નહીં, ઊલટું પોતાના હાથે ઘસાઈ છૂટે કાયમ. અને એમણે આવું કર્યું ? એમની જિંદગીમાં પૈસાની બાબતમાં એક જ ખોટું કામ કરેલું આટલું. એટલે મેં કહ્યું, ‘જો તમારી જાતને તમે ખાનદાન ગણો છો તો આ શોભે નહીં, નહીં તો ખાનદાન છો નહીં.” આ ખાનદાનીનો અહંકાર હશે તેનો વાંધો નથી, એ અહંકાર ખાનદાની સાચવે છે. નહીં તો એ અહંકાર ના હોય તો ખાનદાની ઊડી જાય, નાદારી કાઢે.
ભાઈની કુટેવે પૈસાની ભીડ મણિભાઈ આમ બહુ સારા માણસ, રાજેશ્રી કુટુંબ જેવા. પાસે હોય તો આપી દે. પૈસા-બેસાની પડેલી નહીં. ધંધો મોટો-સારો, આવક બહુ, પણ તે પીવાની કુટેવ ભાઈને પડી હતી.
પ્રશ્નકર્તા: એ તો પટેલોમાં તો ઘણાં ખરામાં હોય જ છે, દાદા.