________________
[૭] મોટાભાઈ
૧૯૩
બેઉનું લોહી ઉકળે. અરે ! કોઈ દુખિયા માણસને કોઈ મોટો માણસ મારતો હોય ને, તો તેલ કાઢી નાખે એનું. એટલે ખરું ક્ષત્રિયપણું ! ક્ષત્રિયપણે કોનું નામ કહેવાય કે રસ્તે જતા વઢવાડ વહોરે. એક નબળા માણસને જબરો માણસ મારતો હોય તો નબળાના પક્ષમાં ઊભા રહીને પેલાનું તેલ કાઢી નાખે, એની જોડે વેર બાંધે, એનું નામ “ક્ષત્રિય!”
સિંહ ઘાસ ના ખાય કદી પ્રશ્નકર્તા : મોટા થયા પછી તો તમને મોટાભાઈ સામે હિંમત આવી હશે ને ?
દાદાશ્રી : અમારા મોટાભાઈ દરરોજ મને કહે, ‘તારામાં બરકત નથી, બરકત નથી.” તે એક દહાડો એમની બરકત મેં કાઢી નાખી.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : એવી મુશ્કેલીઓમાં સપડાયેલા, રાજા જેવો માણસ તે ક્યારેય પણ ના કરે એવા કાર્યો કરવા માંડ્યા.
તે અમારા મોટાભાઈએ એકવાર છે તે સો-બસો રૂપિયા કમિશન ખાધા હશે કોઈના. એક જણે કહ્યું કે “મણિભાઈ સાહેબ, અમારે આટલા લાકડાં જોઈએ છે ને આપ તો કોન્ટ્રાક્ટર છો એટલે મોકલી આપો.” એમણે તો મોકલી આપ્યા. પણ કમિશન રાખેલું, તે સો-દોઢસો એમને કમિશન મળ્યું. તે ઘેર આવીને કહેતા'તા કે આજ તો પેલાને લાકડાં મોકલી આપ્યાનું કમિશન સારું મળ્યું, દોઢસો એક રૂપિયા. ' કહ્યું, “કમિશન ખાધું? આ કાળ ફર્યો ! આવું કરો છો? જેની આંખ જોતા સો માણસ આઘુંપાછું થઈ જાય એવો પુરુષ, તમને દેખતા ફોજદાર-બોજદાર, સૂબા-બૂબા બધાય આઘાપાછા થઈ જાય એ આવું કમિશન ખાતા શીખ્યા ?'
તે મોટાભાઈને મેં કહેલું કે “આ સિંહ તરણા ખાવા માંડ્યો. ના ખવાય, ખાવાનું ના હોય તોય ના અડાય. કોણ તમે ? કઈ જાત તમારી ? તમે કેવી જાતના માણસ ને તરણા ખાવ છો ?'