________________
૧૯૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧) ભાઈનો પ્રેમ બહુ, પણ બીજો મેળ ન પડે પ્રશ્નકર્તા : મણિભાઈને બા પ્રત્યે વલણ કેવું ?
દાદાશ્રી : મણિભાઈ તો રાજેશ્રી માણસ, એક અક્ષરેય બાને બોલે નહીં કોઈ દહાડો.
પ્રશ્નકર્તા અને દાદા, તમારું ને મોટાભાઈનું કેવું?
દાદાશ્રી : આ મારે તો એમ મેળ આટલો જ પડે, પ્રેમ બહુ, પણ સામસામી બીજો મેળ ના પડે. મોટાભાઈનો પ્રેમ બહુ. બાકી આ તો બધું જોયું. આ દુનિયા જોઈ બધી અને દુનિયાનો પ્રેમેય જોઈ લીધો. પ્રેમમાં શું કાઢ્યું તેય જોયું.
હિંસાના મતમાં જુદા પણ અહંકારતા મઠમાં એક
પ્રશ્નકર્તા: દાદા, તમારે મોટાભાઈ સાથે મતભેદ થાય ? ક્યારે થાય ?
દાદાશ્રી : બહુ ફેર અમારે, મોટાભાઈ ને મારામાં. અમે બે ભાઈ હતા, તે બેઉના મત જુદા જુદા. એક મઠમાંથી આવ્યા હોય એવા, છતાં વિચારોમાં ભેદ હતો. એ હિંસાને સ્વીકારતા હતા, હું હિંસાને સ્વીકારતો ન હતો. ત્યારે મેં કહ્યું, “આ તમારે ફળ ભોગવવા પડશે. ત્યારે કહે, “તું મોટો ભગતડો આવ્યો, નરસિંહ મહેતા જેવો.” એટલે અમારે આ બાબતે મતભેદ.
પ્રશ્નકર્તા : પણ દાદા, આપ હિંસાને સ્વીકારતા ન હતા અને આપના મોટાભાઈ હિંસાને સ્વીકારતા હતા, તો આ મતભેદ હોવા છતાંય મઠ એક કેવી રીતે એ સમજાવો.
દાદાશ્રી : અહંકારમાં બેઉ એક જ લાઈનમાં. પ્રશ્નકર્તા : અહંકારમાં. દાદાશ્રી : કોઈ જગ્યાએ દંગો જામવો જોઈએ, તે બેઉ તૈયાર હોય.