________________
૧૯૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મારે. બધાને મારે. ત્યાં જ ઠાર કરે એવા માણસ આ તો. એની બંદુક લઈને એને જ ઠાર કરે. એ ભય-બય નહીં કોઈ જાતનો. મને તો એ હિંસા કરવાનો મોટો ભય. અમારા બેમાં ફેર એટલો કે હિંસકભાવ મને ના ગમે. મારી ત્રાડ ફક્ત ! ત્રાડ એમના જેવી, એમનેય આંબી જાય એવી ત્રાડો નીકળતી હતી.
એમની શરીરની શક્તિ પણ કેવી કે એક જણને પાછળથી ધબ્બો માર્યો'તો, તો છ મહિના સુધી પેલાને લોહી જામી ગયું'તું. ખાલી આમ ધબ્બો જ માર્યો એટલામાં લોહી જામી ગયું. એ કેવા કાંડા-બાંડા
બહુ વસમો સ્વભાવ, તે બધે રોફ મારે પ્રશ્નકર્તા : કાન્તિભાઈ અમને તમારે ઘેર મોકલતા, તો અમેય દર ફેરો ગભરાતા.
દાદાશ્રી : હા, એ હઉ ગભરાય. કાન્તિભાઈ ભાણાભાઈને મોકલે. તે કાન્તિભાઈનેય એક ફેરો જોડો લઈને ફરી વળ્યા હતા. ‘મારા ભાઈને બગાડું છું તું' કહે છે. મારા ભાઈને બોલાવવા આવ્યો તો તારી વાત તું જાણે ! તે કાન્તિભાઈનેય બૂટ માર્યો છૂટો. એ તો ભલા આદમી નાસી ગયા. શું થાય છે ? કરે શું છે ? કાન્તિભાઈએ બહુ વસમા. પણ શું થાય ? આ તો બહુ વસમા પુત્ર, આ તો ભાદરણ ગામમાં આવા ખોળવા મુશ્કેલ થઈ પડે. ઠેઠ સુધી, માથા ભારે. કારણ ખાતું બહુ કડક, બહુ વસમું ખાતું.
પ્રશ્નકર્તા : કડક, કડક.
દાદાશ્રી: મણિભાઈ બંદૂક રાખતા. તે બાબરિયાને હેલ્પ કરતા'તા. બાબરિયો બહારવટિયો થયેલો આપણે ત્યાં, એ ત્યાં આવીને પડે. બાબરિયો આવીને ત્યાં આગળ પેસી જતો'તો. કારણ કે એમને પોતાને કશો વાંધો નહીં ને, એમને તો બાબરિયાની જોડે ભાઈબંધી નિરાંતે. પણ એ મને ગમે નહીં આ બધું. હિંસક વસ્તુ મને ગમે નહીં. એ તમે રોફ મારો, આપણું કામ નહીં. આ બંદૂક ફોડીને મારી નાખે. આમની જોડે પોસાય નહીં, આ મોટાભાઈની જોડે.