________________
[૭] મોટાભાઈ
૧૮૯
મને વાત કરે કે ભાઈને આટલું બધું પચ્ચીસ હજારનું દેવું છે ને આટલી બધી ઘેમરાજી શી રીતે ?
ત્યારે તેઓ મને કહે, ‘તને વાત કરે છે, મારે મોઢે કેમ નહીં કરતો? તું બિચારો થઈને ફરું છું. આ બિચારો સારો છે, આ બિચારો સારો છે. તે કોઈકનો બિચારો થઈને ના આવીશ અહીંયા આગળ. મારીને આવજે, પણ બિચારો થઈને ના આવીશ.”
તે મને તો લોકોય પાછળ કહે, “બે ભાઈઓમાં આ બિચારો બહુ સારો છે. નાનો બહુ સારો છે, નાનો સારો છે.” હા, એ સિંહ ને આ બિચારો બન્યો. એટલે અમારા બેનો ઉત્તર-દક્ષિણનો ફેર એવું લોકો કહે.
પ્રશ્નકર્તા: તે એકબીજાની કમ્પરિઝનમાં તમને શું થાય તે ઘડીએ? દાદાશ્રી : મને ના ગમે “બિચારો શબ્દ. પ્રશ્નકર્તા: હં, દાદાને ના ગમે. આપ જેવા સિંહને કેવી રીતે ગમે?
દાદાશ્રી : મારા મોટાભાઈ જ કહે ને, “અલ્યા, પેલો કહેતો હતો કે તમારો ભઈ બિચારો બહુ સારો છે. આ શું ઘૂસાડ્યું છે તે ?”
પ્રશ્નકર્તા: ભઈ એવું કહે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : મોટાભાઈનેય ના ગમે “બિચારો ?”
દાદાશ્રી : ના, મારી નાખેને ત્યાં ને ત્યાં, સાંભળે તો ! “બિચારો શું કહે છે ? આ મોટાભાઈ તો શબ્દોના તોલવાળા. એટલે અમારા મોટાભાઈ શું કહે ? “બિચારો કહે તો અહીંયા આવીશ નહીં તું.” “બિચારો' શબ્દ મારી ડિક્ષનરીમાં ના ખપે, એવું કહે. આવું બધું તોફાન, આવી બધી ભાંજગડ !
મને હિંસાનો ભય, મોટાભાઈને બિલકુલ નહીં પ્રશ્નકર્તા: મણિભાઈ તો બહુ જ જબરા. દાદાશ્રી : બહુ વસમા. ફોજદારને મારે, નાયબ સૂબાને મારે, સૂબાને