________________
[૭] મોટાભાઈ
૧૮૭
પ્રશ્નકર્તા : મોટાભાઈ બ્રાન્ડી પીતા હતા ?
દાદાશ્રી : હા, પીવા-કરવા જોઈએ, તે એક તુલસીભાઈ હતા ને, તેને તો આવડી આવડી ચપોડે. તુલસીભાઈએ એક જ ફેરી કહ્યું, “મણિભાઈ, આટલો બધો દારૂ ને આ બધું... આપણાથી આ ના પીવાય વધારે, થોડા પ્રમાણમાં લ્યો ને.” ત્યારે હું મારી કમાણીમાંથી પીઉં છું, મારા પૈસામાંથી લાવીને પીઉં છું. તમે મને સલાહ આપશો નહીં' કહે છે.
હા, આવું બોલે. કોઈને ગાંઠે નહીં. ભાષા ખોટી ને બહુ અહંકારી. હવે આ આવું ખોટું ના બોલાય, આવું ના બોલવું જોઈએ. પણ તુલસીભાઈનેય બોલે આવડું આવડું. તે તુલસીભાઈ બહુ ગભરાતા’તા.
મારી વેર બાંધવા તૈયારી નહીં, મોટાભાઈ તૈયાર
મણિભાઈ એવા તે પુરુષ બહાર નીકળે ને, તે આખી પોળમાં કોઈ માણસ એવો નથી કે એમની સાથે બે અક્ષરેય બોલી શકે, પછી તે સૂબો હોય કે ફોજદાર હોય.
પ્રશ્નકર્તા : એમની જોડે કોઈ નથી બોલ્યા.
દાદાશ્રી : એમની જોડે અક્ષરેય નહીં. પાછળ બહુ બોલતા'તા, આગળ પાછું ચૂપ, ચડી ચૂપ. અને એ જ્યારે બોલે ત્યારે એમનું નામ ના દેવાય. કોઈએ નામ દીધું તો ખલાસ. પછી આને શું વેર બંધાશે, એ જોવા-કરવાનું નહીં. વેર ભોગવવા તૈયાર, એ પોતે જ તૈયાર. અને હું પહેલેથી જ વેર બાંધવા તૈયાર નહીં. બહુ વેરના માર ખાધા મેં. મને બધા અનુભવ છે, યાદ છે બધા પૂર્વભવના. વેરના શું ફાયદા કાઢ્યા, એ મને યાદ છે ! હું તો વેરથી જ કંટાળેલો.
પાછળ તો સહુ બોલે, મારી રૂબરૂ બોલે તો ખરું
એક દિવસ મેં એમને કહ્યું, “આ ઘડિયાળીની દુકાને તમારી વાતો થાય છે. આ પચ્ચીસ હજાર રૂપિયાનું દેવું થઈ ગયું છે. તે લોકો પાછળથી તમારું નામ કહે છે કે આ દેવાદાર થઈ ગયા છે. તમારી પાછળ બધા લોકો અવળું બોલે છે.” ત્યારે કહે, “સૂર્યનારાયણને ધૂળ ઉડાડે ને સામી