________________
૧૮૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મણિભાઈનો ચેક પહેલો કાઢી આપ, ભઈ.” ત્યારે મણિભાઈ કહે, “મારો ચેક ઘેર બેઠા આવવો જોઈએ.” “હા, હા, ઘેર બેઠા મોકલી દઈશ” સૂબા કહે.
ન્યાયી ખાતું નહોતું તેથી તહોતું ગમતું અમને તે આવું બોલે, ભારે ખાતું. પણ ન્યાયી નહોતું, એટલે મને નહોતું ગમતું. બાકી બહુ મર્દ પુરુષ ! બહુ જોરદાર માણસ, કંઈ ઓર જ જાતનું બ્રેઈન પણ બોલાય નહીં, આવું ના બોલાય.
તે સૂબાભાઈ પછી આવીને કહી જાય અમારા બાને, “અમારા ભઈ થાય, હું શું કરું ? આ આવું બોલે છે ! ‘પાડા રાંડવો' કહે છે.” પછી મને કહે, “ભઈ, આવું બોલે છે આ મણિભાઈ, જુઓને. આ સારું કહેવાય ? શોભે આ તો ?” કહ્યું, ‘ખોટું કહેવાય આ બધું. આવું ના બોલવું જોઈએ.” પોતાના પિતરાઈ અને કેવા સરસ સૂબા માણસ ! એ બહુ લાયક માણસ હતા. પણ આ મણિભાઈ આવું ને આવું બોલે બધું.
તે એમને એકલાને એવું બોલે એવું નહીં, બીજા બધાને. ફોજદારને હઉ, ફોજદારના બાપનેય બોલી દે. કોઈનેય ગાંઠેલા નહીં. મેં જોયું નથી કે કોઈ સુબાને ગાંઠલા ! અને અમે નમ્ર. અમે કડકની જોડે જ કડક. અને આ મારી કડકાઈ તો બે આની. આ બરછી ખરી મારી, બરછી કહેવાય. એક્ઝક્ટ બરછી અમારી પાસે ખરી, પણ તેય છે તે અમે જ્યારે વાપરીએ ત્યારે ખબર પડે. વાણી જ એવી નીકળે કે પેલાને હાર્ટ બેસી જાય, બધા છાતીના પાટિયા. એ એક્ઝક્ટ બરછી, હું કે. પણ અમારા મોટાભાઈની બરછી તો તમે જોઈ હોય ને તો અજાયબ ! હું ભડકતો'તો એમનાથી. કોઈથી સાચી વાતેય કહેવાય નહીં.
બ્રાન્ડીતી લતથી કિંમત જતી રહી મોટાભાઈની
એટલે એ મિજાજ એવા બધા, શી રીતે પોસાય ? અને મારેય બહુ ખાવા પડે, હું કે. એ તો આ સરકારમાં છે તે આ બધી ભાંજગડો ઊભી થાય. પણ બ્રાન્ડીને લીધે પેલી એમની જે બરછી હતી તે ઊડી ગઈ. પેલી બ્રાન્ડીમાં ઊડાડી મેલે લોકો. ‘જવા દોને, પીએ છે” કહે.