________________
[૭] મોટાભાઈ
૧૮૫
સૂબાને પણ ફફડાવે તે ઘેર બેઠા ચેક મંગાવે
પ્રશ્નકર્તા : કહે છે, મણિભાઈ તો સૂબાને પણ સંભળાવી દેતા.
દાદાશ્રી : અમારા ભાદરણમાં એક આપણા જેઠાભાઈ નારણભાઈ કરીને સૂબા હતા, તે અમારા પિતરાઈ થાય. અમારો છઠ્ઠી પેઢીનો પિતરાઈ ભાઈઆત થાય, એ જેઠાભાઈ. એ તો અહીં અમદાવાદી પોળમાં છેલ્લા ઘરમાં રહેતા’તા.
એ પાછા અહીં આગળ છે તે વડોદરાની પંચાયતમાં પ્રેસિડન્ટ હતા. ગવર્મેન્ટ એને સૂબા તરીકે ઉતારે.
બ્રધર કોન્ટ્રાક્ટર હતા, તે વડોદરા આવીને કોન્ટ્રાક્ટનો ધંધો કરતા'તા. ધંધો કોન્ટ્રાક્ટનો ખરો ને ! તે એમને પંચાયતમાં ટેન્ડર રાખવાનું. તે આમને પેલા બિલના પૈસા લેવાના હોય ને, તે પેલા કારકુનો-બારકુનો જલદી આપે નહીં એટલે પંચાયતમાં બિલ લેવા જાય તે વખતે મહીં પેસતા જ આ જોડેની રૂમમાં, પહેલી ઑફિસમાં એ અમારા પિતરાઈ ભાઈ સૂબા બેઠેલા હોય.
તે આ મોટાભાઈ છે તે અહીંથી પંચાયતમાં પેસતાની સાથે જ બૂમો પાડતા પાડતા જાય અને બધા કારકુનોના રૂબરૂ બોલે કે “અલ્યા, આ અમારો પિતરાઈ પેલો ‘પાડા રાંડવો' આવ્યો છે કે નથી આવ્યો ?’’ આ પ્રેસિડન્ટ, હવે એને આવું બોલે, એ સૂબો માણસને. તે પછી પાછા પેલા સાંભળેય સૂબા. હવે આ કારકુનની રૂબરૂ સૂબાને ‘પાડા રાંડવો’ કહે છે, તો આ કારકુનની શી દશા થાય બિચારાની ? તે મહીં ફફડતા હોય. ‘આ મણિભાઈ આવ્યો' કહે ! અને પેલા સૂબાય મહીં ફફડ્યા કરે કે ‘આવ્યો મણિભાઈ, આવ્યો મણિભાઈ !’
તે પછી મણિભાઈ આવીને ઑફિસમાં પેસે તો પેલા બિલ કાઢી નાખે તરત, ‘ના થયું હોય તોય આપી દ્યો' કહે. એટલે પેલા સૂબા કહે, ‘મણિભાઈ બેસ, હું કહી દઉ છું, તારો ચેક હમણે આપી દેશે.’ તે અંદર-અંદર ફફડે અને જલદી પેલા કારકુનને બોલાવીને કહે, ‘આ