________________
૧૮૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ત્યારે ખરો ! પાછળ તો સહુ કોઈ ઊડાડે. એ તો એના આંખમાં પડશે. મારી રૂબરૂમાં કોઈ બોલ્યો ? મોઢે કોઈ કહેનાર મળ્યો ? મારે મોઢે કહે ત્યારે ખરું.” અને રૂબરૂમાં કોઈ ફોજદારેય નહીં બોલેલો.
અને એ ઘડિયાળીને એમ કહેજે, કે “દેવું તો તું કરી જોજે, પચ્ચીસ હજાર લઈ આવજે. કોઈ ધીરે છે એને ?” પૂછી આવજે. “આ મને ધાર્યું તે મારા કેડ ઉપર ધર્યું છે ને ! તે એમ ને એમ ધીરે છે ? આવું બોલે. આ રક્ષણ કરવા બોલે કે કોઈને પૂછજે ને કે તમે કેમ લાવતા નથી?
‘એ પેઢી ઉપર પાંચ હજાર ધીરશે નહીં અને કોઈ. મારે પચ્ચીસ હજાર દેવું છે, તો મારી કેડો ઉપર ભાર છે' એવું જા કહી આવ. આવું નાગુ બોલે.
પણ આપી દીધું પછી એમણે. એમણે મરતી વખતે મને એવું કહેલું કે કોઈ પણ માણસ આ પૈસામાં બાકી ન રહેવો જોઈએ. જ્યારે દારૂ પીનાર માણસ આવી મર્યાદા કોઈ દહાડે રાખે ? અને તે એમણે બધું આપી દીધેલું. મારે ભાગ તો ચૂકવવાનું થોડુંક જ રહ્યું'તું. પછી મિલકત વેચીને આપી દીધું, ગમે તે કર્યું પણ આપી દીધું.
મારીને આવજે, બિચારો થઈને તા આવીશ.
એ મણિભાઈ શૂરાતનવાળો ક્ષત્રિય, ખરો પાટીદાર કહેવો પડે ! સો-સો માણસમાં કોઈ નામ ના દે એય મેં જોયું અને મને કોઈ ગાંઠતુંય નહોતું તેય મેં જોયું.
પ્રશ્નકર્તા : એટલે તમને અંદરથી એવી ઈચ્છા હતી કે મને કોઈ ગાંઠે ?
દાદાશ્રી : ના, એવું નહીં. એવી ઈચ્છા જ ન હતી. પ્રશ્નકર્તા : પછી ગાંઠવાનો સવાલ જ નહીં. દાદાશ્રી : મને પ્રિય થઈ પડવાની ટેવ. હું એમને શું કહ્યું કે લોકો