________________
૧૯૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
' કહ્યું, ‘સિંહ ઘાસ ના ખાય. કોઈ અવતારમાં નથી ખાધું. આ પહેલાંમાં પહેલું ઘાસ ખાય છે.” ભાભી બેઠા હતા ને મેં કહ્યું, “અફિટ માણસ, આ મને ફિટ નથી થતું. ઘાસ ખાધું તમે ?” ત્યારે કહે, “સંજોગ હોય તો કરવું પડે.” મેં કહ્યું, “ના, સિંહ કોઈ સંજોગમાં ઘાસ ના ખાય. એનું નામ સિંહ!”
મણિભાઈને તો ધૂળધાણી કરી નાખ્યા એક દહાડો. “અનફિટ’ કહ્યું તે એ પારો ઊતરી જ જાય ને ! મૂળ આ સિંહ માણસ, જ્યારે એમની ભૂલ દેખાડી, તે પહેલું તો અમારા ભાભીએ ઉપરાણું લીધું. કહે છે, “એવી અડચણ હોય તો એના સો-દોઢસો મળ્યા, એમાં શું કંઈ ? એનો ધક્કો ખાધો છે ને એનું કામ કર્યું છે અને એને ફાયદો કરી આપ્યો છે.” મેં કહ્યું,
ના પણ કમિશન શબ્દ જેને કહેવાય એ આપણને હોય નહીં. આપણે સિંહના બાળક છીએ. સિંહે કોઈ અવતારમાં આ ઘાસ નથી ખાધું.” કમિશન લે એવા નહોતા પણ ભાભીના દબાણથી થઈ ભૂલ
ખરેખર એવું બનેલું નહીં, અમારી લાઈફમાં હઉ નહીં બનેલું. તે દહાડે મણિભાઈએ એ કર્યું પણ એ તો અમારા ભાભીનું દબાણ બહુને, તેથી એવું કરેલું. આમ કમિશન ના ખાય કોઈ દહાડો. એ નહોતા ખાય એવા. તરણા અડે નહીં, લાખ રૂપિયા હોય તોય અડે નહીં. પોતે ગરીબ થઈ ગયા હોય તોય ના અડે. તેથી મણિભાઈને પછી બહાર મેં કહી દીધું, “આપણને શોભે નહીં આ. આપણે કોણ માણસ ? કોના છોકરાં એ તો સમજો ? આખી જિંદગીમાં અમે નથી અડ્યા કોઈ દહાડોય ને તમે કમિશન ખાવ છો ?”
સામા માણસે સોંપ્યું તમને કામ, તે પેલા વેપારીને ત્યાં તમારું કમિશન લો છો ? સામા માણસે કહ્યું કે ત્યાંથી મને આટલું જરા કરી આપો ને !' એટલે પચ્ચીસ હજારનો માલ હોય, તેમાં આપણે ત્રણસોચારસો ખાઈ જઈએ એટલે સામો માણસ એવું જાણતો હતો કે આ કમિશન ખાશે, એટલે માટે તમને આપ્યું છે ? એ જાણે કે આ ખાનદાન માણસ છે, પૈસો અમારો બગડે નહીં ! અને આ વિશ્વાસઘાત ! આવું શોભે નહીં આપણને !