________________
[૭] મોટાભાઈ
૧૮૩
અહીં, ગાયકવાડ સરકારનો એક પિતરાઈ હતો મામાનો દીકરો, શ્યામરાવ મહારાજ. તે મોટા-મોટા અમુક માણસ હોય ને, તેને ઘેર બોલાવી અને હંટર મારીને સીધા કરી નાખતો'તો. એ તો શેઠ કહેવાય ને, ત્યાં કોઈ બાપોય પૂછનાર નહીં.
ત્યારે મામો સાહેબ, જૂઓ સાહેબ કે માસા સાહેબ, જે તે પેસી ગયેલા એ. રાજાના નામ પર આવું કરે એટલે પછી લોકો શું કરે ? મહારાજ એવા નહોતા, મહારાજ બહુ સરસ. પણ એના નામ ઉપર આ બધું ચરી ખાધેલા. મોટા-મોટા આગેવાન માણસો, બસો-બસ્સો વીઘાના વતનદાર રાજા જેવા દેખાય આમ, ત્યારે તે ઘડીએ કેફ ના ચડે ?
તે શ્યામરાવ મહારાજે છે તે એક વખત મણિભાઈના ફ્રેન્ડને ફટકાર્યો. એ ઈટોળાના એક પાટીદાર, એને હંટર મારી એનું તેલ કાઢી નાખ્યું.
એટલે અમારા મોટાભાઈને એક શ્યામરાવ મહારાજનો કોક કારભારી હશે, તે પછી કહેવા આવ્યો. તે કહે છે, “મારું નામ દેશો નહીં. હું તો ત્યાં નોકરી કરું છું.” તે એનો કારભારી શ્યામરાવની વાત કરવા માંડ્યો. એ કારભારી જે પેલો શ્યામરાવ ભડકાવતો'તો, હંટર મારતો હતો, એનું મણિભાઈને કહે છે. અને તમારું હઉ નામ દેવાની તૈયારીઓ કરે છે' કહે છે.
એ પટેલને હંટરથી મારેલા તે મારા બ્રધરે જાણ્યું તો એમનું મગજ ફાટું ફાટું થઈ ગયું કે “શું સમજે છે એ? તારા શ્યામરાવની ઐસી-તૈસી. તારા શ્યામરાવને કહેજે.' તે એમને ત્યાં કારભારી ભઈ હતા ને, તે કહે, ‘શ્યામરાવ મહારાજને તમે બોલો છો, પણ મહારાજ જાણશે તો તમારી શી દશા થશે ?”
ત્યારે કહે, “અલ્યા, તારા શ્યામરાવની ઐસી-તૈસી. જા, કહી દે, એવા તો કેટલાય જોયા મેં. તારા શ્યામરાવ જેવાને તો કંઈ મેં લપેટી નાખ્યા, કંઈક ઊડાડી મૂક્યા !” પેલો કારભારી ફફડી જ ગયો. તે પેલાએ શ્યામરાવને કહ્યું, પણ શ્યામરાવથી કશું જ ના થયું. આ તો બહુ જબરા