________________
૧૮૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
કેટલાક માણસો પહેલાં છે તે બપોર થાય એટલે ચા પીવા નીકળે, અહીં શહેરમાં હઉં. આપણા મણિભાઈને ત્યાં એવા ઘણાં માણસો આવતા હતા. તે ઘરે ચા મૂકે નહીં, હ. બે જણ હોય ને, તે એક જણને કહે, ‘તું આમ જા, હું આમ જઉ છું.” તે ઘરે ચા-બા મૂકે નહીં, પીવે નહીં. અત્યાર સુધી મેં તો જોયેલું આ બધું.
મણિભાઈ તો રાજેશ્રી માણસ તે કંઈ બોલે નહીં, કશુંય. આવી તેવી ભાંજગડ નહીં. હું બહુ ઝીણો માણસ, હું હિસાબ ખોળી કાઢ્યું કે આ આવ્યા ચા પીવા, પણ મોઢે ના બોલું. મોઢે તો એમ જ કહું, “આવો-પધારો, પણ મનમાં લાગે કે ચા પીવા આવ્યો. મને બનાવી જાય એ ગમે નહીં.
મજૂરોનો પક્ષ લઈ, ફોજદારતેય કર્યો નરમ પ્રશ્નકર્તા આપે કહ્યું હતું કે મોટાભાઈથી ફોજદાર, મોટા ઑફિસરો બધા ફફડતા, તો એવો કોઈ પ્રસંગ કહો ને !
દાદાશ્રી : અમારા મોટાભાઈ, તે એમનો કોન્ટ્રાક્ટનો ધંધો. તે ફોજદાર કાઠિયાવાડી મજૂરોને પેસવા ના દે, મજૂરોને ટૈડકાવે. તે મજૂરો એને એક-બે રૂપિયા આપે. તે મોટાભાઈએ જાણ્યું કે આ ફોજદાર મજૂરોનું ખાઈ જાય છે. તે એક દહાડો ચોરા ઉપર મોટાભાઈ બેઠેલા, તેમણે ફોજદારને આવતા જોયા. તે ફોજદારને કહ્યું, ‘તમે ફોજદાર કે ? તમે અમારા માણસ પાસેથી પૈસા લીધેલા, તે અહીં તો કાયદો નથી.” તે બાજુમાં ડાંગ પડેલી તે ફોજદાર સામે ઉગામી ! અલ્યા ! મજૂરોને લૂટે છે ? તે ફોજદાર તો નાઠો ને ભાઈ પાછળ દોડ્યા. ત્યારે પેલો કહે, “મેં તુમ્હારી ગૈયા (ગાય) હું.” તે પછી મોટાભાઈએ એને છોડ્યો.
તેથી અમારા મોટાભાઈ કહેતા, ‘પહેલો ઘા રાણાનો.” આ તો ફોજદાર સામે નરમ થાય તો ફોજદાર ચઢી બેસે કે “કેમ આવા મજૂરો લાવો છો ? નરમાઈની પણ હદ હોય.
તા ગભરાય ગાયકવાડના પિતરાઈથી પણ મારા મોટાભાઈ તો બહુ કડક મગજના. તે એક જણ ડરાવતો'તો