________________
૧૮૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧) છોકરાં શું ધાડે તેવા છે, તે ત થયા છોકરાં મને લોકો કહે છે, “તમે બે ભાઈઓ છોકરાં વગરના કેમ? આવું વ્યવસ્થિત તમારા બે ભાઈઓનું હશે ?” ત્યારે મેં કહ્યું, “અમારા ભાઈને છોકરાંની કોઈ વાત કરે કે છોકરાં હારુ તમે ફરી પરણો. કારણ પહેલી વારની બાઈને છોકરો હતો, તે છોકરો મરી ગયો ને બાઈએ મરી ગઈ. તે પછી ફરી બીજી વખત પૈણ્યા હતા અને પાછું ત્રીજી વખત કહે, “ફરી પૈણો.” ત્યારે મોટાભાઈ કહે, “છોકરાં શું ધાડે દેવા છે ?” બોલો હવે, વ્યવસ્થિતમાં ના જ હોય ને, જ્યાં આવી વાણી નીકળે !” એટલે અમે બેઉ ભાઈ એવા. આ છોકરા-છોકરાંની કાંઈ પડેલી નહીં.
પ્રશ્નકર્તા : દાદા, “ધાડે દેવો’ એ શબ્દ જરા સમજાવો ને.
દાદાશ્રી: લશ્કરમાં ઊભો કરીને પાછો લડવા મોકલવાનો છે, એને ધાડે દેવાનો છે, કહે છે. ધાડ, ધાડમાં કહ્યું અને અમારે કોઈ પટેલને છોકરો થયો હોય ને પેંડા વહેંચતા હોય ત્યારે મોટાભાઈ શું કહે ? “અલ્યા મૂઆ, એ તો રાજાને ત્યાં જન્મેલો હોય તો ઠીક છે, આ મૂઆ એક ખરપડી (ઘાસ નિંદવા માટેનું નાનું હથિયાર) વધી એમાં શું વહેંચે છે ?” એ તિરસ્કારમાં બોલે એને.
તે એક ફેરો અમારા મામા ને મામી એમનો છોકરો નાનકડો હશે ને, વર્ષ-દોઢ વર્ષનો, તે ડૉક્ટરને ત્યાં લઈ જવાનો. તે મામી અમને કહે છે, “ભાણાભાઈ, હેંડો મારી જોડે. આ બાબાને દેખાડવા તેડી જવો છે.” તે ભાઈ કહે, ‘હંડો, હું આવું છું.” તે ભઈ હઉ મામીની જોડે જોડે એક ડૉક્ટરને ત્યાં ગયેલા. પછી દવાખાનામાંથી આવતા'તા, તે રસ્તામાં તળાવ આવ્યું. તે તળાવ દીઠુંને તો મોટાભાઈ મામીને કહે છે, “આ લોચાને મહીં નાખી દો.” હવે આવા માણસ, શું કરવું ? આમને કંઈ છોકરાંની પડેલી ના હોય.
પ્રશ્નકર્તા : એટલે યોગી જ ને, બરાબર યોગી. દાદાશ્રી : એ તો શું કહે ? “છોકરાને ધાડે દેવો છે ?” પછી