________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તે પેલા શેઠિયાઓ બધા, આજુબાજુના શું કરે કે ‘ભઈ, તમારે બે ભાઈઓને ઘરમાં બેસવાનું.’ ત્યારે એ કહે, ‘તો આવીશ, હું ઘરમાં બેસીશ.’ એટલે લોકો ઘરમાં બેસાડતા'તા. આખી નાત હોય, ગમે ત્યાં પોળમાં હોય ને જમવાનું, તે મણિભાઈ જમે નહીં. બાકી હું તો બહાર બેસું. હું તો બેસી જઉ, મને વાંધો નહીં. આપણે આવી આબરૂવાળા નહીં ને !
૧૭૮
અમારે એવો રોફ-બોફ નહીં, આપણે તો સામાન્ય માણસ કહેવાઈએ. એમને અસામાન્ય, તે ઉઘાડે માથે પબ્લિક વચ્ચે જમવા નહીં બેસું, કહે. હવે એમાં ક્યાં પહોંચી વળાય આપણાથી ? પછી પેલા લોકો શું કરે બિચારા ? આવા આડા માણસ જોડે નિકાલ તો કરે ને લોકો, ના કરે ?
પ્રશ્નકર્તા : નિકાલ તો કરવો પડે ને !
દાદાશ્રી : એમને મોઢે કોણ કહે કે ‘આડા છો' એવું ? ‘ભાઈ, તમારા લીધે તો અમે ઘરમાં જમવાની વ્યવસ્થા રાખીએ છીએ. એટલે મણિભાઈ સાહેબ, તમને ઘરમાં જમવા બેસાડીશું' કહે છે. તે ઘરમાં પાટલા મૂકીને એની ઉપર બેસાડી જમાડે. પોળમાં બહાર જમવા ના બેસાડે કોઈ. અને પોળનો કોઈ પણ માણસ એવું નથી કહેવા આવ્યો કે ‘મણિભાઈ સાહેબ, તમે જમવા બેસો, બધા લોક બેઠા છે તેમાં.’ એમને ઘરમાં બેસાડે કાયમને માટે. એમને ને મને બેઉને ઘરમાં બેસાડતા, બીજા બધા બહાર બેસે. આખી નાત બહાર બેસે. મગજ એવું તે એમને ઘરમાં બેસાડવા પડે. તે કોઈ દહાડો ઉઘાડું માથું કરીને રસ્તા ઉપર જમવા બેઠા નથી, કોઈ જગ્યાએય. જાનમાં ગયા હોય ત્યાંય એમને કો'કના ઘરમાં જ બેસાડવા પડે. લાઈનમાં જમવા ના બેસે કોઈ દહાડોય.
આ તોરી કંઈથી ? કયા દેશમાંથી આવ્યા તેય ખબર ના પડે ! જો કે એમના આ બધા કાયદા મને ના ગમે પણ મારે એમની જોડે બેસવું પડે ને ! આપણો રોફ પડી જાય ને ! આપણને બેસાડે તો એમનોય રોફ પડે. એમની જોડે મફતમાં મારો હઉ રોફ પડે. હવે શું આવક હતી ? શકોય આવક નહોતી. તેમાં મિલકતમાં શું ? કશુંય નહીં ને ! બૂમાબૂમ