________________
[૭] મોટાભાઈ
૧૭૭
પ્રશ્નકર્તા: દાદા, આમ ફેંકવાથી બધો કચરો નીકળી જાય ઘણીવાર.
દાદાશ્રી : હા, નીકળી જાય, સળગવા માંડે. હા, તે અમારા ભઈએ કર્યું એવું, પણ ના નીકળ્યો કચરો. પછી અમારા ભાભી કહે છે, “એ તો નાખે પણ તમે લઈ આવો ને બળ્યો, સ્ટવ તો લઈ આવો. આ કપરકાબી તો ગયા પણ સ્ટવ તો લાવવો પડે ને ?” તે સમો કરાવીને પછી વાપરતા'તા ને ! બધા એમ કંઈ એમ ને એમ મફત આપતા હશે ? સાત રૂપિયા લેતા હતા, પિત્તળના સ્ટવના.
પ્રશ્નકર્તા: તે દિવસે સાત રૂપિયા સહેલા નહોતા. દાદાશ્રી : હા, સહેલું નહોતું.
બહુ તોરીવાળા તે જમવા તા બેસે પંગતમાં પ્રશ્નકર્તા: લોકો એમનાથી ફફડતા એવો કોઈ પ્રસંગ જણાવો ને !
દાદાશ્રી : પોળમાં જૈનોના ઘરો ખરા ને, તે પોળમાં શેઠિયાઓને ત્યાં કંઈ જમવાનું હોય તો શેઠિયાઓ ફટાકા મારે ને આખી પોળેય ફટાકા મારે. “મણિભાઈ સાહેબ, મણિભાઈ સાહેબ” કરે. તે શેઠિયાઓ શું કરે તમારા જેવા ? “મારી દીકરી છે, એના લગ્ન છે તે તમારે આવવાનું છે મણિભાઈ,” તે આવીને કહી જાય. કારણ કે લોકોને જમાડવા પડે ને, પોળમાં છે એટલે. પેલી ઓળખાણ છે એટલે જમાડવા જ પડે ને! લગ્ન વખતે જમવા બોલાવે અમને બે ભાઈને, પણ મારા મોટાભાઈનો રિવાજ શો તે જાણો છો તમે ? મારા મોટાભાઈ શું કહે ? “હા, પણ અમે કોઈને ત્યાં જમવા જતા નથી, કોઈ જગ્યાએ. કારણ કે અમારા મોટાભાઈનો નિયમ હતો કે ઉઘાડે માથે હું જમવા નહીં બેસું. લોક જમવા બોલાવે ત્યારે કહે, “હું ઉઘાડું માથું કરીને બહાર જમવા બેસતો નથી કોઈ જગ્યાએ.” આ તો ચોખ્ખું કહે.
પ્રશ્નકર્તાઃ લાઈનમાં નહીં બેસું, એય બધું ઑર્ડિનરી લાગે.
દાદાશ્રી : હે, જમે-કરે નહીં. પેલા કહે, “હું ઘેર મોકલાવું ?” ત્યારે કહે, “ઘેરેય નહીં અમારે.” પછી હું પેલાને સમજણ પાડું કે “ઘરમાં બેસાડો તો આવશે, પંગતમાં નહીં બેસે.”