________________
[૭] મોટાભાઈ
૧૮૧
બોલો, ત્યાં એ બુદ્ધિના આશયમાં જ ના હોય. તે ફરી થાય જ નહીં, છોકરું જ ના થાય. એ તો છોકરાની ઈચ્છા કરી હોય તો થાય, મહીં આશયમાં હોય તો. બધું તમારી ઈચ્છા પ્રમાણે જ બનેલું હોય છે, એ બુદ્ધિના આશય પ્રમાણે.
પણ “ધાડે દેવા છે એ કહેતા હતા ને, તે હું હઉ નાનો હતો ત્યારે બોલતો હતો, “ધાડે દેવા છે ?” પણ પછી સમજાઈ ગયું કે આવું ના બોલાય. પણ છોકરાને માટે પછી માગણી નહીં કરેલી. મૂઆ, આ વળગણ આટલું ઓછું છે, તે વળી પાછું આ વળગણ વધારું ? તે પાછો બાપ થાય, તે આમ લોચો નાખીને ઠંડવું પડે. બાપા થવા ગયા !
એટલે પૂર્વભવના માગતા ઋણાનુબંધ એવા હોય નહીં ને ! તે આટલું જરા ઋણાનુબંધ હોય, તે પૂરા કરવા આવે છે. પૈસા એકલાનું નહીં, કષાયોનું હોય, અહીંનું બધું હોય. આવીને બાપને મારે ત્યારે એનું ઋણ પૂરું થાય, ત્યારે હિસાબ ચૂકવાય. આવા બધા હિસાબ હોય છે.
રાજેશ્રી ને દયાળુ, તે લોકોને મદદ કરતા પ્રશ્નકર્તા ઃ દાદા, કહે છે ને કે ક્રોધી માણસનું દિલ બહુ સાફ હોય, તે મોટાભાઈનું દિલ કેવું હતું?
દાદાશ્રી : હા, અમારા મણિભાઈનું બહુ મોટું મન હતું, રાજશ્રી મનના હતા, હોય તે બધું આપી દે. રસ્તામાં કો'ક કહે કે મારે આવું દુ:ખ છે, તો એ આપી દે. બહુ આપી દેતા'તા. રસ્તામાં તમે કહ્યું હોય, કે મારે આવું બધું થયું, તો તમારું દુ:ખ બધું લઈ લે. ‘તમારું લાવો” કહે, એવા માણસ હતા. આમ બહુ દયાળુ, લાગણીવાળા માણસ તોય ભોળા બિચારા. કેટલાક રાજેશ્રી માણસ તે ભોળા બહુ હોય, દિલદાર હોય માણસ એ. હું ભોળો નહીં, એ પહેલેથી ભોળા. એમને જરાક ગલીપચી કરો ને, તો જે માગે એ આપી દે. હું ના આપી દઉં, હું સમજીને આપું.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ ખુમારી છે. દાદાશ્રી : બહુ જબરજસ્ત. અને જમાડે અહીંયા આગળ રસોડે.