________________
૧૮૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
માણસ ! આ તો ખેલ કરે એવા માણસ ! ઉઘાડે છોગે ખેલ કરે એવા, ગણકારે નહીં. એ મારા મોટાભાઈ તો એટલા બધા ખાટા સ્વભાવના હતા કે પરવશપણું તો જરાય ચાલે નહીં. એ શ્યામરાવને હલ આવું બોલે ! પણ આ પુણ્યશાળી માણસ, તે કશું ના થયું.
કોઈતીય ગુલામી પસંદ નહોતી મોટાભાઈને તમે જૂની વાતો જાણો નહીં. આ જૂની વાતો અમારા મગજમાં ભરેલી હોય બધી. આ રાજાઓ તો બહુ વસમા, એના પિતરાઈ ભાઈઓય બહુ વસમા હોય.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મામા સાહેબ, ફુઆ સાહેબ ને કાકા સાહેબ. આવું તે હોતું હશે? માણસ પર આવો અનાચાર કરવો, સારું ના કહેવાય ! એના કરતા આ ડેમોક્રેટિક (લોકશાહી) બહુ સારું કહેવાય, આવું તો નહીં. એ લોકો તો ગમે તેને મારે. ફાવે તેને મારે વગર ગુને, પોતાનું ધાર્યું ના થાય તો. આ તો ગમે તેને હંટર મારે એનો શું અર્થ છે ? શ્યામરાવે મારા બ્રધરના ભઈબંધને જ મારેલો. તે મગજ ફાટું ફાટું થઈ ગયું એમનું અને પછી શબ્દ શું બોલ્યા કે “આ દેશમાં મનુષ્ય તરીકે જીવવું તેના કરતા ઈગ્લેન્ડમાં કૂતરા તરીકે જીવવું સારું.' સ્વતંત્ર દેશ તો ખરો !
આ ગાયકવાડ સરકારને માટે હું તૈયાર નથી. એ સરકાર આપણે માથે. તેથી વાક્ય ખોળી કાઢ્યું કે ઈંગ્લેન્ડનો કૂતરો સારો, પણ અહીંનો મનુષ્ય ખોટો કહે. આવું બોલતા એ.
જો કે એય માગણી ખોટી હતી. એમાં શું ફાયદો? કૂતરામાંય શું ફાયદો? પણ આ એમને ગમ્યું નહીં આવું.
પ્રશ્નકર્તા: ના ગમ્યું.
દાદાશ્રી : આવું ના હોય. શી રીતે સહન થાય આ ? આવા લોકો ડફળાય ડફળાય કરતા હોય ત્યાં છે તે સહન ના થાય એમનાથી. એ તો કાપી જ નાખે, બીજું કશું કરે નહીં. બહુ જબરા માણસ હતા.