________________
૧૭૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પરનો ! એ યોગીપણું કહેવાય. તે જોતા જ ભડક લાગે આપણને. એટલો બધો તાપ લાગે કે ન પૂછો વાત.
પ્રશ્નકર્તા: ના, પણ હવે આ લૂ મળી કે કેમ ભડક લાગતી હતી ! પૂર્વજન્મના યોગીને, અને યોગીનો તાપ પુષ્કળ હોય.
દાદાશ્રી : બહુ તાપ, બહુ તાપ. એમની જોડે સૂઈ ગયા હોય તોય સહન ના થાય આપણાથી, એવો તાપ હોય. ભાઈએ કરી ટકોર, “તને ઘોડી પર બેસતા ન આવડ્યું'
પ્રશ્નકર્તા : દાદા, મણિભાઈએ તમને કોઈ ટકોર કરી હોય, ભૂલ બતાવી હોય એવો કોઈ પ્રસંગ કહો ને.
દાદાશ્રી : મનેય એક ફેરો અમારી ઘોડીએ પાડી નાખેલો. પછી મેં ઘેર આવીને અમારા મોટાભાઈને કહ્યું. હવે તેર વર્ષની ઉંમરે હું કહું કે “આ ઘોડીએ મને પાડી નાખ્યો, મને લાગ્યું છે. ત્યારે એ કહે, “ઘોડી આટલી બધી કિંમતી, તે પાડી નાખતી હશે? તને બેસતા આવડ્યું નહીં હોય.”
મને પાછળ બહુ વિચાર આવ્યા કે આવડી સરસ ઘોડી કોઈને પાડતી નથી. મને એણે પાડી નાખ્યો કે હું પડી ગયો ? મને બેસતા ના આવડ્યું કે એણે પાડી નાખ્યો ? પછી મને સમજાયું કે મને બેસતા જ નહીં આવડ્યું.
હું સમજી ગયો. મેં કાનપટ્ટી પકડી. આપણને બેસતા ના આવડ્યું. અકર્મી પડી જાય ! પાછો લોકોને કહે શું કે “ઘોડીએ મને પાડી નાખ્યો.” અને આ ઘોડી એનો ન્યાય કોને કહેવા જાય? તને ઘોડી પર બેસતા નથી આવડતું એમાં તારો વાંક કે ઘોડીનો ? અને ઘોડીય બેસતાની સાથે જ સમજી જાય કે આ તો જંગલી જનાવર બે, આને બેસતા આવડતું નથી.”
ગુસ્સામાં ફેંકી દીધા સ્ટવ ને કપ-રકાબી પ્રશ્નકર્તા : મોટાભાઈનો આવો તાપ, પ્રભાવ તો ભાભી સાથે એમનો કેવો વ્યવહાર હતો?