________________
[૬] ફાધર
૧૬૯
દાદાશ્રી ત્યારે પેલું આખી જિંદગીનું આવે ! આ તો લોકો છેતરે છે મૂઆ ! લોકોને મૂરખ બનાવે છે !
પ્રશ્નકર્તા : પણ દાદા, માણસની છેલ્લી અવસ્થા હોય, જાગ્રત અવસ્થા હોય, હવે તે વખતે કોઈ એને ગીતાનો પાઠ સંભળાવે, અગર તો બીજું કંઈક શાસ્ત્રનું સંભળાવે અને એના કાને જો પડે...
દાદાશ્રી : જો એ માણસ પોતે કહેતો હોય, એની ઈચ્છા હોય તો. એ રામ કહેતો હોય તો રામ ! પણ એ અત્યારે શેમાં હોય એ તમને શું ખબર પડે? અત્યારે તો એ ક્યાંય હશે કે “મારો નાનો છોકરો ઠેકાણે પડવાનો બાકી છે !' મરણ વખતે તો આખી જિંદગીનું સરવૈયું આવે. એકદમ નામ લેવાનું કહે તો શું થાય? ત્યારે આપણા લોક આવું પકડાય પકડાય કરે. એ કહે કે “મને હેલ્પ કરો” તો બરોબર છે. મારે આવી ઈચ્છા છે. એ સમજણને ટકાવવી જોઈએ પણ ભાન ના હોય અને પછી કાનમાં “રામ રામ” કરીએ તો રામ કેમના રહે તે ? કયા રામની વાત કરો છો ? રામ તો બધા બહુ જણના છોકરાં છે. દશરથના છોકરાની વાત કરો છો ? એવું ચાલે નહીં આ બધું.