________________
[૭]
મોટાભાઈ રાજવંશી પુરુષ જેવા લાગતા મોટાભાઈ પ્રશ્નકર્તા: દાદા, આપના ભાઈ કેવા હતા ?
દાદાશ્રી : અમારા મોટાભાઈ જોયા હોય તો રાજપુરુષ હતા ! એવા માણસ મેં જોયેલા નહીં, ગાયકવાડ સરકાર જેવા દેખાતા'તા. આમ દેખાવડા માણસ. આપણને ખબર પડે, રાજવંશી પુરુષ.
પ્રશ્નકર્તા બ્રધર તમારાથી કેટલા મોટા હતા, દાદા ? દાદાશ્રી : વીસ વર્ષ મોટા, ફાધર જેવા.
મોઢા પર પર્સનાલિટી અને પાટીદાર આમ દેખાવડા ! રંગ તો મારા જેવો જ. ઘઉં રંગના હતા પણ દેખાવડા હતા. આંખ-બાંખ એવી, કપાળ મોટું હતું.
તે બાને એક દહાડો મેં કહ્યું, “આ મણિભાઈનું કપાળ કેવું સરસ છે ને મારું કપાળ આવું કેમ ? આ મણિભાઈનું કપાળ બહુ સારું છે ને મારા કપાળમાં અહીં વાળ ઊગ ઊગ થાય છે, તે કપાળ મોટું થતું નથી મને.” ત્યારે બા કહે, “એમનું ફકીરના તકિયા જેવું (મોટું કપાળ-કપાળમાં વાળ ઓછા એવું) કપાળ છે, તારું કપાળ સારામાં સારું કહેવાય.” કયું કપાળ સારું તેનો અભિપ્રાય મને સમજણ પડતી નહોતી. એટલે પેલું લોક