________________
[૭] મોટાભાઈ
૧૭૧
‘કપાળ મોટું મોટું કહે એવી કંઈ કહેવત હતી પહેલાં કે ઘોડાના કદનું કપાળ... એટલે નાનપણમાં દવા હઉ ચોપડેલી બળી, પણ કશું વળ્યું નહીં.
પણ બાએ કહ્યું કે “ભઈ, કપાળ તો તારું સારું છે.” એવું કહ્યું ત્યારથી સમજી ગયો. પછી મને સમજણ પાડી કે કપાળ કેટલું જોઈએ ? ત્યારે કહે, “જો ભઈ, આ ભાગ, આ ભાગ ને આ ભાગ, (કપાળ, કપાળથી નાક, નાકથી દાઢી) આ ત્રણ સરખા દેખાય એ કપાળ કહેવાય.” એટલે મને સમજણ પાડી દીધી, મારું સમાધાન કરી આપ્યું એમણે.
જોવા જેવો વૈભવ મોટાભાઈનો મણિભાઈ તો એ જમાનામાં ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરતા. ઓહોહો ! કેવા કેવા કોટ ને બધું! હા, તે અમારા ભાઈને પાછું જોઈએ કેવું ? એ તો જાણે નહોય ખેડૂતના દીકરા ! તે ઉનાળાનો ડ્રેસ જુદો, ચોમાસાનો કેસ જુદો, વોટર પ્રફવાળો અને શિયાળાનો ડ્રેસ જુદો.
તે એવું છે, ઉનાળામાં છે તે હેટ પહેરતા'તા, શિયાળામાં છે તે ફેંટો પહેરતા'તા અને ચોમાસામાં રેઈન કોટ પહેરતા'તા. ચોમાસામાં પેલો વરસાદ મહીં પેસે નહીં એવો ડ્રેસ પહેરે. એટલે ત્રણ સિઝનના ત્રણ અલગ ડ્રેસ હતા.
અમારી કપડવંજ પાસે જમીન હતી બસ્સો વીઘા. ત્યાં આગળ ઘોડી-બોડી બધું રાખે. મોટાભાઈ એ ઘોડી ઉપર બેસે તો ઘોડી રાડ પાડે (જોરથી હણહણાટ કરે) અને ફેંટો પહેરીને એ આમ રાજકુંવર જેવા ફરે. મોટાભાઈ પ્રિન્સ જેવા માણસ હતા.
પ્રશ્નકર્તા: તમેય બાંધતા'તા ફેંટો ?
દાદાશ્રી : રામ તારી માયા ! મારી ટોપી આ જે છે તે, એથી વધારે નહીં.
પ્રશ્નકર્તા: તમે એવું નહીં કરેલું, દાદા ? દાદાશ્રી : મને તો કશું નહીં આવું બધું. હું તો સાદો માણસ, એ